બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સાબરડેરીની મોટી જાહેરાત: આ તારીખે સાડા ત્રણ લાખ પશુપાલકોને મળશે 560 કરોડનો ભાવફેર

સાબરકાંઠા / સાબરડેરીની મોટી જાહેરાત: આ તારીખે સાડા ત્રણ લાખ પશુપાલકોને મળશે 560 કરોડનો ભાવફેર

Priykant Shrimali

Last Updated: 02:56 PM, 25 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Sabar Dairy : સાબરડેરી દ્વારા સામાન્ય સભા પહેલા જ પશુપાલકોને ભાવફેરની રકમ ચૂકવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેથી દૂધ ઉત્પાદકોને સમયસર આર્થિક લાભ મળી શકે

Sabar Dairy : સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકો માટે રાહત અને ખુશીના સમાચાર સામે આવ્યા છે. સાબરડેરી દ્વારા બંને જિલ્લાના દૂધ ઉત્પાદકોને ભાવફેરની રકમ ચૂકવવા અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. બોર્ડ બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ 29 જૂનના રોજ આશરે સાડા ત્રણ લાખ પશુપાલકોને કુલ 560 કરોડ રૂપિયાની ચુકવણી કરવામાં આવશે.

શું છે સમગ્ર મામલો ?

વિગતો મુજબ સામાન્ય સભા પહેલા જ પશુપાલકોને ભાવફેરની રકમ ચૂકવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેથી દૂધ ઉત્પાદકોને સમયસર આર્થિક લાભ મળી શકે. આ ચુકવણી બંને જિલ્લાની આશરે 1800 જેટલી દૂધ મંડળીઓ મારફતે કરવામાં આવશે. સાબરડેરી દ્વારા વર્ષ 2025-26 માટે દૂધનો વાર્ષિક સરેરાશ ભાવ પ્રતિ કિલો ફેટ દીઠ 1007 રૂપિયા જાહેર કરવામાં આવ્યો છે. સાથે અંદાજિત 15 ટકાથી વધુ ભાવફેરની ચુકવણી થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

આ પણ વાંચો : આજે રાજ્યના આ જિલ્લામાં પડશે પવન સાથે વરસાદ

આ નિર્ણયથી ખાસ કરીને નાના અને મધ્યમ વર્ગના પશુપાલકોને સીધી આર્થિક મદદ મળશે અને દૂધ ઉત્પાદન સાથે જોડાયેલા પરિવારોમાં સકારાત્મક માહોલ સર્જાશે. દૂધ સહકારી વ્યવસ્થામાં પશુપાલકોની ભાગીદારી વધુ મજબૂત બને તે દિશામાં પણ આ નિર્ણય મહત્વનો માનવામાં આવી રહ્યો છે. સાબરડેરીના મેનેજિંગ ડિરેક્ટર સુભાષચંદ્ર પટેલ દ્વારા પણ આ નિર્ણય અંગે માહિતી આપવામાં આવી હતી અને ચુકવણી પ્રક્રિયા સમયસર પૂર્ણ કરવા માટે તૈયારી કરવામાં આવી હોવાનું જણાવાયું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Milk Price Difference Dairy Farmers Payment Sabar Dairy
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ