બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદના નિકોલમાં અસામાજિક તત્વોનો આતંક, યુવક પર હથિયાર વડે હુમલો કર્યો
Last Updated: 06:31 PM, 25 June 2026
અમદાવાદના નિકોલ વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. વિસ્તારમાં એક યુવક પર હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. હુમલામાં યુવકને પેટના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
પ્રાથમિક માહિતી મુજબ, એમ્બ્રોડરી મશીનના કારીગરોને લઈને થયેલી માથાકૂટ બાદ વિવાદ ઉગ્ર બન્યો હતો. આ વિવાદ દરમિયાન કેટલાક શખ્સોએ એક યુવક પર હુમલો કરી દીધો હતો. CCTVમાં એક યુવક હાથમાં તલવાર લઈને જતો પણ જોઈ શકાય છે. હુમલાખોરોએ આક્રમક પ્રહાર કરતા યુવકને પેટના ભાગે ઈજા પહોંચી હતી.
આ પણ વાંચો- AMCની સામાન્ય સભામાં કમિટીઓના પદાધિકારીઓની જાહેરાત, મેયર હિતેશ બારોટે ચાલુ સભામાં કરી ટકોર
ADVERTISEMENT
ઘટના બનતા આસપાસના લોકોમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક લોકોની મદદથી ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. હાલ તેની સારવાર ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે.
આ સમગ્ર હુમલાની ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. CCTV ફૂટેજના આધારે પોલીસ દ્વારા હુમલાખોરોની ઓળખ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. ઘટનાના વીડિયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.