બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / મોંઘવારીનો વધુ એક ઝટકો! પાસપોર્ટ બનાવવો પડશે મોંઘો, ફીમાં કરાયો મોટો વધારો

મોંઘવારી / મોંઘવારીનો વધુ એક ઝટકો! પાસપોર્ટ બનાવવો પડશે મોંઘો, ફીમાં કરાયો મોટો વધારો

Kalpesh Kandoria

Last Updated: 07:35 PM, 25 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્ર સરકારે પાસપોર્ટ અને તેની સાથે જોડાયેલી સેવાઓની ફીમાં મોટો બદલાવ કર્યો છે, જે 1 જુલાઈ 2026થી લાગૂ થશે. નવા નિયમો અંતર્ગત પાસપોર્ટ બનાવવાની અને રિન્યૂ કરવાની ફીમાં તોતિંગ વધારો થશે

કેન્દ્ર સરકારે પાસપોર્ટ અને તેની સાથે જોડાયેલી સર્વિસની ફીમાં મોટો બદલાવ કર્યો છે. આ બદલાવ એવા સમયે થયો છે જ્યારે દેશભરમાં પાસપોર્ટને નાગરિકોનું પ્રમાણ માનવાને લઈ ડિબેટ ચાલી રહી છે. વિદેશ મંત્રાલયે પાસપોર્ટ (સંશોધન) નિયમ, 2026 જાહેર કરતાં તેને આગામી મહિનેથી જ લાગૂ કરવાની સૂચના આપી દીધી છે. નવા નિયમો અંતર્ગત 1 જુલાઈ 2026થી પાસપોર્ટની ફીમાં બદલાવ થશે. આ બદલાવ પછી હવે પાસપોર્ટ બનાવવો 2000 રૂપિયા મોંઘો પડી શકે છે.

આના માટે સરકારે સત્તાવાર પરિપત્ર જાહેર કરી દીધો છે. નવી વ્યવસ્થા લાગૂ થયા બાદ નવો પાસપોર્ટ બનાવવા, પાસપોર્ટ રિન્યૂ કરવા અને અન્ય સંબંધિત સેવાઓ સંશધિત ફી ચૂકવવી પડશે. જેની સાથે જ પાસપોર્ટ નિયમ, 1980ની જૂની ફી યાદી (શેડ્યૂઅલ- IV) હટાવી નવી ફી યાદી લાગૂ કરી દેવામાં આવશે. વિદેશ મંત્રાલયે કહ્યું કે 1 જુલાઈથી તમામ પાસપોર્ટ અને સેવાઓ પર નવી ફી લાગૂ થશે.

ફીમાં કેટલો વધારો થયો?

અત્યાર સુધી 36 પેજનો નોર્મલ પાસપોર્ટ બનાવવા કે રિન્યૂ કરવા માટે 1500 રૂપિયા ચૂકવવા પડતા હતા. પરંતુ હવેથી 2500 રૂપિયા ફી ચૂકવવી પડશે. જ્યારે 60 પેજ વાળા પાસપોર્ટ માટે 2000 રૂપિયા ચૂકવવા પડતા હતા જેની ફી વધીને 3500 થઈ ગઈ છે.

આ પણ વાંચો- અમદાવાદના નિકોલમાં અસામાજિક તત્વોનો આતંક, યુવક પર હથિયાર વડે હુમલો કર્યો

જો પાસપોર્ટ ખોવાય જાય અને આવા મામલામાં પાસપોર્ટ નવો બનાવવો પડે તો તેવામાં 36 પેજ વાળો પાસપોર્ટ 3000 રૂપિયામાં બનતો હતો જે હવે 5000 રૂપિયામાં બનશે. જ્યારે 60 પેજ વાળા પાસપોર્ટ માટે 3500 રૂપિયા ચૂકવવા પડતા હતા જેની જગ્યાએ હવેથી 6000 રૂપિયા ચૂકવવા પડશે.

જ્યારે તત્કાળ કેટેગરી માટે પણ ફીમાં વધારો કર્યો છે. 36 પેજ વાળા તત્કાળ પાસપોર્ટ માટે પહેલાં 3500 ફી હતી જે હવે વધીને 5000 થઈ જશે જ્યારે 60 પેજ વાળા પાસપોર્ટ માટે 4000 ફી હતી જે હવે વધીને 6000 થઈ જશે.

બાળકો માટેના પાસપોર્ટ પણ થયા મોંઘા

18 વર્ષથી નાની ઉંમરના બાળકો માટે 36 પેજ વાળા પાસપોર્ટની ફી હવે 1000 રૂપિયાથી વધીને 1750 રૂપિયા કરી દેવામાં આવી છે. બાળકોનો પાસપોર્ટ ગુમ થવા પર અથવા ખરાબ થઈ જવા પર નવો પાસપોર્ટ 2000માં બનતો જે હવે 4250 રૂપિયામાં બનશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

new passport charges India passport renewal fee increase passport fee hike 2026
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ