બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:52 PM, 25 June 2026
અયોધ્યા સ્થિત રામ મંદિરના દાનમાં કથિત કૌભાંડ મામલે એફઆઈઆર નોંધી લેવામાં આવી છે. આ મામલામાં SITની ભલામણ બાદ FIR નોંધવામાં આવી છે.
ADVERTISEMENT
શરૂઆતી તપાસમાં સામે આવેલા તથ્યોના આધારે આ પગલું ભરવામાં આવ્યું છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના ટ્રસ્ટની ફરિયાદના આધારે એફઆઈઆર નોંધવામાં આવી છે. શ્રી કૃષ્ણ મોહનની ફરિયાદ પર મામલો નોંધવામાં આવ્યો છે.
સૂત્રો મુજબ FIRમાં આઠ લોકોની નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ FIR રમાશંકર યાદવ (ટિન્નૂ યાદવ), અનુકલ્પ મિશ્રા, અવિનાશ શુક્લા, મનીષ યાદવ, રમાશંકર મિશ્રા, સુભાષ, કરુણેશ અને લવકુશ મિશ્રા વિરુદ્ધ નોંધવામાં આવી છે. વિશ્વાસઘાત, છેતરપિંડી સહિતની કલમો અંતર્ગત FIR નોંધવામાં આવી છે.
ADVERTISEMENT
ઉત્તર પ્રદેશ સરકારની સૂચના અંતર્ગત ભારતીય ન્યાય સંહિતા BNSની કલમ 306, 316(5), 317(5), 61 અને 3(5)ની કલમો FIRમાં દાખલ કરવામાં આવી છે. આ મામલો રામજન્મભૂમિ કોતવાલીમાં નોંધવામાં આવ્યો છે.
જે લોકો પાસેથી રકમ મળી છે, તે તમામની નામજોગ એફઆઈર કરવામાં આવી છે. ખુલાસા બાદ તમામ આઠ લોકોને કસ્ટડીમાં લઈ લેવાયા છે.
ADVERTISEMENT
આ પણ વાંચો- મોંઘવારીનો વધુ એક ઝટકો! પાસપોર્ટ બનાવવો પડશે મોંઘો, ફીમાં કરાયો મોટો વધારો
કહેવામાં આવી રહ્યું છે કે આ મામલે મોટા પાયે ધરપકડ થશે. એવામાં આગળની તપાસ અને સંભવિત કાર્યવાહી પર સૌકોઈની નજર છે.
ADVERTISEMENT
આ મુદ્દો સૌપ્રથમ 7 જૂને રાજકીય ચર્ચાનો વિષય બન્યો હતો. સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે દાવો કર્યો હતો કે રામ મંદિર માટે ભક્તો દ્વારા આપવામાં આવેલા દાનમાં ગેરઉપયોગ થયો છે. તેમણે કોર્ટને આ મામલાની નોંધ લેવાની પણ માંગ કરી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.