બ્રેકિંગ ન્યુઝ
6 ફોટો ગેલેરી
Last Updated: 09:50 PM, 25 June 2026
1/6
વૈદિક જ્યોતિષમાં ગ્રહોનું ગોચર અને તેમની યુતિ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ગ્રહોના આ મિલનની સીધી કે આડકતરી અસર દરેક રાશિના જાતકોના જીવન પર પડતી હોય છે. જ્યોતિષીય ગણતરી અનુસાર, આગામી 4 જૂલાઈ 2026 ના રોજ પ્રેમ, વૈભવ અને ભૌતિક સુખ-સુવિધાના કારક ગ્રહ શુક્ર સિંહ રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. આ રાશિમાં કેતુ ગ્રહ પહેલેથી જ ગોચર કરી રહ્યા છે. આ પરિસ્થિતિમાં સિંહ રાશિમાં ‘શુક્ર-કેતુ યુતિનું નિર્માણ થશે. આ અદભુત ખગોળીય અને જ્યોતિષીય ઘટના 30 જૂલાઈ સુધી પૂર્ણપણે પ્રભાવી રહેશે.
2/6
જ્યોતિષ શાસ્ત્રીઓના મતે, શુક્ર અને કેતુનું આ મિલન આધ્યાત્મિક અને ભૌતિક સંતુલનની દ્રષ્ટિએ ખૂબ જ રસપ્રદ છે. શુક્રને ભૌતિક સુખ-સાધનોનું પ્રતીક માનવામાં આવે છે, જ્યારે કેતુ વૈરાગ્ય અને આધ્યાત્મિકતા દર્શાવે છે. ભલે આ બંને ગ્રહોનો સ્વભાવ વિરોધાભાસી છે, પરંતુ આ યુતિ દેશની 3 વિશિષ્ટ રાશિઓ માટે અત્યંત ભાગ્યશાળી અને આર્થિક રીતે લાભદાયી સાબિત થવાની છે.
3/6
આ રાશિના જાતકો માટે આ સમયગાળો જમીન, મકાન અને વાહન સુખમાં વધારો કરવાના પ્રબળ સંકેતો લઈને આવ્યો છે. જો કે, આ સમય દરમિયાન પરિવાર સાથે નાની-મોટી દલીલો અથવા અનબન થવાની સંભાવના છે, પરંતુ તમે તમારા નિર્ધારિત લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં પૂર્ણપણે સફળ રહેશો. આર્થિક મોરચે આ સમય ઘણો સાનુકૂળ છે. તમે કોઈ ધાર્મિક કે શુભ કાર્યમાં નાણાં ખર્ચી શકો છો. વ્યાપારીઓ માટે આ સમયગાળો બમ્પર નફો આપનારો સાબિત થશે.
4/6
તુલા રાશિના જાતકો માટે શુક્ર-કેતુની આ યુતિ આર્થિક સ્થિરતા લઈને આવશે. લાંબા સમયથી અટકેલા કે અધૂરા રહેલા કાર્યોમાં અચાનક ગતિ આવશે. આવકના નવા સ્ત્રોત વિકસિત થશે, જેનાથી બેંક બેલેન્સ વધશે. રોકાણ કરવા માટે આ સમય સર્વોત્તમ છે. કરિયર અને બિઝનેસમાં કોઈ મોટી અને નવી સિદ્ધિ તમારા નામે થઈ શકે છે. પરિવારનો પૂરો સહયોગ મળવાથી મન પ્રસન્ન રહેશે. જો કે, સ્વાસ્થ્ય બાબતે થોડી સાવધાની રાખવાની સલાહ આપવામાં આવે છે.
5/6
વૃશ્ચિક રાશિના જાતકો માટે આ સમયગાળો તેમના જીવનસાથીના કરિયરમાં મોટી પ્રગતિ કરાવનારો સાબિત થશે. નોકરીયાત વર્ગને કાર્યક્ષેત્રમાં વરિષ્ઠ અધિકારીઓ તરફથી પ્રશંસા અને પ્રોત્સાહન મળશે. ભાગ્યનો પૂરો સાથ મળતો રહેશે. ભૌતિક સુખ-સાધનો અને વૈભવમાં વધારો થશે. જૂના અટકેલા કામ પૂરા થવાથી માનસિક શાંતિનો અનુભવ થશે. નકારાત્મક બાજુ જોઈએ તો, આ સમય દરમિયાન તમારે તમારા જીવનસાથીના સ્વાસ્થ્ય પર થોડું વિશેષ ધ્યાન આપવું પડશે.
6/6
શુક્ર અને કેતુની યુતિની અશુભ અસરોને નષ્ટ કરવા માટે ભગવાન શિવની પૂજા સૌથી અચૂક માનવામાં આવે છે. શિવલિંગ પર જળાભિષેક કરો અને નિયમિત રીતે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. શુક્ર ગ્રહને મજબૂત કરવા માટે શુક્રવારના દિવસે સફેદ વસ્ત્રો, ચોખા અથવા ખીરનું દાન કરો. કેતુના અશુભ પ્રભાવથી બચવા માટે જરૂરિયાતમંદો અને સંતોની સેવા કરવી તેમજ દાન આપવું અત્યંત શુભ ફળ આપશે. કેતુ આધ્યાત્મિક ઝુકાવનું પ્રતીક છે. તેથી આ 26 દિવસ દરમિયાન પોતાની ઉર્જાને નકારાત્મક વિચારોમાં વેડફવાને બદલે સર્જનાત્મક કાર્યો અને અધ્યાત્મ તરફ વાળવાથી વિશેષ આર્થિક અને માનસિક લાભ થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ