બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / 'ડિમોલિશનની ફરિયાદ સુરત પોલીસ કમિશનરે કેમ ન લીધી'? HCએ મનપાને લીધી આડેહાથ
Last Updated: 07:36 PM, 25 June 2026
સુરતના નાસિર નગર વિસ્તારમાં થયેલા ડિમોલિશન મામલે હવે કાનૂની પ્રક્રિયા વધુ તેજ બનતી જોવા મળી રહી છે. આ કેસમાં સુરત મહાનગર પાલિકા (SMC)ને ગુજરાત હાઈકોર્ટ તરફથી સમન્સ અને નોટિસ પાઠવવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
ADVERTISEMENT
સ્થાયી સમિતિના ચેરમેન રાજન પટેલે સ્વીકાર્યું છે કે મનપાના વકીલને હાઈકોર્ટ તરફથી નોટિસ અને સમન્સ પ્રાપ્ત થયા છે. તેમણે જણાવ્યું હતું કે આ અંગેની સત્તાવાર માહિતી મનપાના કાનૂની વિભાગને મળી છે અને મામલો હાલ ન્યાયિક પ્રક્રિયા હેઠળ છે.
રાજન પટેલે વધુમાં જણાવ્યું કે દિવસ દરમિયાન આ નોટિસને લઈને મનપા સ્તરે શું કાર્યવાહી કરવામાં આવી છે તેની તેમને વિગતવાર જાણકારી નથી. જોકે હાઈકોર્ટ દ્વારા સમન્સ આપવામાં આવ્યા હોવાની બાબત તેમણે સ્વીકારી હતી.
ADVERTISEMENT
નાસિર નગર ડિમોલિશન મામલો છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં રહ્યો છે. હવે હાઈકોર્ટની સીધી દખલ બાદ આ કેસમાં નવી કાનૂની દિશા જોવા મળી શકે છે. સમન્સ જારી થતાં સંબંધિત પક્ષો તરફથી જવાબ અને દસ્તાવેજી રજૂઆતોની પ્રક્રિયા આગળ વધશે.
સુરતના નાસિરનગર ડિમોલિશન મુદ્દે ગુજરાત હાઈકોર્ટે અધિકારીઓને ખખડાવ્યા. હાઈકોર્ટે સવાલ ઉઠાવતા કહ્યું કે સુરત પોલીસ કમિશનરે ફરિયાદ કેમ ન લીધી? વધુમાં કોર્ટે જણાવ્યું કે, DCP રાજદીપસિંહ નકુમ બિનસત્તાવાર હાજર હશે તો કોર્ટમાં આવવું પડશે. આ ઉપરાંત હાઈકોર્ટે રાજ્ય સરકાર, સુરત મનપા અને ટોરેન્ટ પાવરને પણ સવાલો પૂછ્યા છે.
ADVERTISEMENT
જેમાંનો સૌથી મોટો સવાલ એ હતો કે જો ડિમોલિશન SMCએ નથી કર્યું તો અધિકારીઓ ત્યાં શું કરી રહ્યાં હતા? પોલીસ કમિશનર જવાબ આપે કે ડિમોલિશન કર્યું કોણે? કોના આદેશથી ટોરેન્ટ પાવરે નાસીરનગરમાં વીજ કનેક્શન કાપ્યા? આ તમામ સવાલોથી આજે ગુજરાત હાઈકોર્ટ ગુંઝી ઊઠી હતી. ગુજરાત હાઈકોર્ટે આ મામલે સોમવાર સુધી સુનાવણી મુલતવી રાખી
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.