બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:05 PM, 25 June 2026
પુણેના હાઈ-પ્રોફાઈલ કેતન અગ્રવાલ હત્યાકેસમાં તપાસ જેમ-જેમ આગળ વધી રહી છે, તેમ-તેમ એવા ભયાનક ખુલાસા થઈ રહ્યા છે જે કોઈ પણ સામાન્ય માણસના રૂવાડા ઉભા કરી દે. કેતનની હત્યારી મંગેતર સિયા ગોયલ અને તેના પ્રેમી ચેતન ચૌધરીનો એક મોટો સીસીટીવી (CCTV) વીડિયો પુણે પોલીસના હાથે લાગ્યો છે. આ વીડિયો આ ભયાનક વારદાતને અંજામ આપ્યાના થોડા સમય પહેલાંનો જ છે, જેમાં બંને આરોપીઓ પુણેના એક કૅફેમાં સાથે બેઠેલા જોવા મળે છે. વીડિયોમાં તેઓ એકબીજાના હાથ પકડીને અત્યંત ગંભીરતાથી કેતનની હત્યાનું સંપૂર્ણ પ્લાનિંગ કરતા સ્પષ્ટ દેખાઈ રહ્યા છે.
ADVERTISEMENT
Pune's Ketan Agarwal Murder Case: Before carrying out the murder, the accused Siya Goyal had met her alleged lover Chetan Chaudhary at a cafe. It was at this cafe that the two had planned the murder. CCTV video footage of the meeting between the two at the cafe has also surfaced.… https://t.co/8huzm3Ssqv pic.twitter.com/2EV2nNirJj
— Siraj Noorani (@sirajnoorani) June 25, 2026
ADVERTISEMENT
પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી સિયાએ કેતનની હત્યાનું પ્લાનિંગ ઘણા સમય પહેલાથી જ કરી રાખ્યું હતું. કેતન પોતે એક પ્રોફેશનલ ટ્રેકર હતો અને તેને પહાડો પર ફરવાનો શોખ હતો. આ જ વાતનો ફાયદો ઉઠાવીને સિયા અને ચેતને એક સુનિયોજિત સાજિશ અંતર્ગત લોહગઢ પહાડીને ટ્રેકિંગ લોકેશન તરીકે પસંદ કરી હતી, જેથી ત્યાંથી નીચે ધક્કો મારીને હત્યાને એક સામાન્ય અકસ્માતનું રૂપ આપી શકાય.

ADVERTISEMENT
પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો અનુસાર, સિયા અને ચેતને કેતનને મારવા માટે એક-બે નહીં પરંતુ 3 (ત્રણ) વખત પ્રયાસો કર્યા હતા અને છેવટે ત્રીજી ટ્રાયલમાં તેઓ સફળ રહ્યા હતા:
ADVERTISEMENT
31 May: આ દિવસે સિયા અને ચેતને પહેલીવાર કેતનની હત્યાની સંપૂર્ણ રૂપરેખા તૈયાર કરી હતી.
14 June (પ્રથમ પ્રયાસ): આ દિવસે લોહગઢ કિલ્લા પર હત્યા કરવાનો પહેલો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં અચાનક એક સાપ (Snake) આવી જતાં પ્લાન ફેલ થઈ ગયો અને તેઓ વારદાતને અંજામ આપી શક્યા નહીં.
ADVERTISEMENT
18 June (બીજો પ્રયાસ): આ દિવસે સિયાએ કિલ્લા પરથી કેતનને ધક્કો તો માર્યો હતો, પરંતુ નસીબજોગ કેતન ગંભીર રીતે ઘાયલ થયો છતાં બચી ગયો. માસૂમ કેતને તેને સિયાની એક સાધારણ ભૂલ અથવા અકસ્માત માનીને વાત છોડી દીધી હતી અને તેના પર કોઈ શંકા ન કરી.
20 June (ત્રીજો પ્રયાસ): આખરે 20 June ના રોજ ત્રીજી કોશિશમાં સિયા કેતનને 400 ફૂટ ઊંડી ખીણમાં ધકેલવામાં સફળ રહી અને કેતનનું કરુણ મોત નીપજ્યું.
ADVERTISEMENT
આ હત્યાકાંડ સંપૂર્ણપણે કોલ્ડ-બ્લડેડ મર્ડર છે કારણ કે ડિજિટલ પુરાવાઓથી બચવા માટે પણ આરોપીઓએ મોટી ચાલ ચાલી હતી. વારદાતના દિવસે આરોપી ચેતને પોતાનો મોબાઈલ ફોન જાણીજોઈને પોતાના ઘરે જ છોડી દીધો હતો, જેથી પોલીસ તેની લોકેશન ટ્રેસ ન કરી શકે. આના બદલે તેણે પોતાના નજીકના મિત્ર નીરજનો મોબાઈલ ફોન વાપર્યો હતો અને આખો દિવસ તે નીરજના ફોન દ્વારા જ સિયા સાથે સતત સંપર્કમાં હતો. હાલ પુણે પોલીસ નીરજની કડક પૂછપરછ કરી રહી છે કે શું નીરજ પણ આ ઘાતકી કાવતરામાં સીધી રીતે સામેલ હતો કે પછી તેને અંધારામાં રાખીને માત્ર તેનો ફોન વાપરવામાં આવ્યો હતો.
તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે સિયા અને ચેતનની મુલાકાત દિવાળી દરમિયાન એક પાર્ટીમાં થઈ હતી. ત્યાંથી બંને વચ્ચે મિત્રતા થઈ અને તે પ્રેમમાં પરિણમી. જો કે, સિયાના લગ્ન પરિવારવાળાએ કેતન સાથે નક્કી કરી દીધા હોવાથી તે લગ્ન ટાળવા માટે સતત બહાના બનાવતી હતી. અંતે, પ્રેમ સંબંધો જાળવી રાખવાના દબાણમાં તેણે પોતાના જ મંગેતરની હત્યાનું આ ખૌફનાક કાવતરું ઘડી નાખ્યું. પોલીસના જણાવ્યા અનુસાર, ડિજિટલ પુરાવા, સીસીટીવી અને કોલ રેકોર્ડિંગ્સ આ કેસને મજબૂત બનાવવામાં સૌથી મહત્વની ભૂમિકા ભજવશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.