બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / વડોદરામાં અંધશ્રદ્ધાના નામે ઠગાઈ, નાગ-નાગિનનો દોષ દૂર કરવાનું કહી લૂંટી લીધા લાખો રૂપિયા
Last Updated: 10:00 PM, 25 June 2026
વડોદરા શહેરના ગેંડીગેટ વિસ્તારમાં અંધશ્રદ્ધાના નામે છેતરપિંડીનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. ત્રણ અજાણી મહિલાઓએ એક બ્યુટી પાર્લર સંચાલિકાને વાતોમાં ફસાવી અને ધાર્મિક માન્યતાઓનો સહારો લઈને દાગીના તથા રોકડ રકમની ઠગાઈ આચરી હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં પોલીસ તંત્રે તપાસ હાથ ધરી છે.
ADVERTISEMENT
માહિતી અનુસાર, ભોગ બનનાર હેતલબેન પોતાના કામકાજ દરમિયાન ત્રણ મહિલાઓના સંપર્કમાં આવ્યા હતા. આરોપી મહિલાઓએ તેમને જોગણી માતાના આશીર્વાદ તેમજ નાગ-નાગિનના દોષ અંગે વાતો કરી ડરાવવાનો પ્રયાસ કર્યો હતો. સાથે જ આ દોષ દૂર કરવા માટે વિશેષ પૂજા કરાવવાની જરૂર હોવાનું જણાવી વિશ્વાસ જીત્યો હતો.
આરોપી મહિલાઓએ દોષ નિવારણની વિધિ માટે હેતલબેન પાસેથી દોઢથી બે તોલા જેટલું સોનાનું મંગળસૂત્ર માંગ્યું હતું. ધાર્મિક વિધિ પૂર્ણ થયા બાદ મંગળસૂત્ર પરત મળશે તેવી ખાતરી આપતાં મહિલાએ દાગીનો સોંપી દીધો હતો. ત્યારબાદ આરોપીઓએ રોકડ રકમ પણ પડાવી લીધી હતી.
ADVERTISEMENT
મંગળસૂત્ર ઉપરાંત રોકડ રકમ લઈને ત્રણેય મહિલાઓ રફુચક્કર થઈ જતાં હેતલબેને સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી હતી. ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો- રામ મંદિરમાં ચોરીનો કેસ, 8 લોકો સામે FIR દાખલ, SIT તપાસ બાદ કાર્યવાહી
ADVERTISEMENT
આરોપી મહિલાઓએ લીલા, મરૂન અને રામા રંગની સાડી પહેરી હતી. પોલીસે આસપાસના વિસ્તારોમાં પૂછપરછ શરૂ કરી છે તેમજ આરોપીઓની ઓળખ મેળવવા માટે વિવિધ દિશામાં તપાસ ચલાવી રહી છે.
ઘટનાસ્થળ અને આસપાસના વિસ્તારોમાં લગાવવામાં આવેલા CCTV કેમેરાના ફૂટેજ પણ તપાસ હેઠળ લેવામાં આવ્યા છે. પોલીસને આશા છે કે ફૂટેજના આધારે આરોપી મહિલાઓ સુધી પહોંચવામાં મદદ મળશે.
ADVERTISEMENT
ભોગબનનાર મહિલાએ કહ્યું, "હું પાર્લર આવી પછી તરત જ ત્રણ બેનો બેનો મારી પાછળ પાછળ આવી, શરૂઆતમાં મારી સાથે પાર્લરની વાતો કરી અને પછી મને વાતોમાં ફસાવી અને પછી મારી પાસે બધી માહિતી મેળવી લીધી અને ભવિષ્યમાં શું થશે તે બધું મને દેખાય છે, નાગ-નાગિણનો દોષ છે તે દૂર કરવા માટે તમારે સુહાગની વસ્તુ આપવી પડશે તે 1 કલાક પછી પાછી આપી દઈશ, હું હિપ્નોટાઈઝ હતી એટલે મેં મારી જાતે મંગલસૂત્ર ઉતારીને આપી દીધું, મારી પાકિટમાંથી 35 હજાર જેવા રોકડા પણ લઈ ગયા છે."
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.