બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / AMCની સામાન્ય સભામાં કમિટીઓના પદાધિકારીઓની જાહેરાત, મેયર હિતેશ બારોટે ચાલુ સભામાં કરી ટકોર
Last Updated: 02:34 PM, 25 June 2026
AMC Committee Appointment : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની સામાન્ય સભામાં આજે વિવિધ મહત્વપૂર્ણ કમિટીઓ માટે નવા પદાધિકારીઓની સત્તાવાર જાહેરાત કરવામાં આવી. સામાન્ય સભા પહેલા યોજાયેલી સત્તા પક્ષની બેઠકમાં શહેર પ્રમુખ પ્રેરક શાહ અને મેયર હિતેશ બારોટની ઉપસ્થિતિમાં વિવિધ કમિટીઓના ચેરમેન અને સભ્યોના નામ પર મંજૂરી આપવામાં આવી હતી.
ADVERTISEMENT
AMCની પહેલી સામાન્ય સભામાં મેયરની ટકોર
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 25, 2026
મેયર હિતેશ બારોટ દ્વારા તમામ કોર્પોરેટર ને ફોન બંધ રાખવા માટે સૂચના
ચાલુ સભામાં કોર્પોરેટરો મોબાઇલમાં વ્યસ્ત હતા : હિતેશ બારોટ
પ્રજાજનોની ચર્ચા સમયે મોબાઈલ ફોન નો ઉપયોગ ન થાય : હિતેશ બારોટ#AMC #Ahmedabad #Mayor #CouncilMeeting #Politics… pic.twitter.com/d46rYRdjR6
શહેરના વિકાસ, પાણી પુરવઠો, આરોગ્ય, પરિવહન અને શહેરી આયોજન જેવા અગત્યના વિભાગોમાં આગામી સમયની કામગીરીને ધ્યાનમાં રાખીને નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે. રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીની જવાબદારી જૈનિક વકીલને આપવામાં આવી છે જ્યારે વોટર કમિટીના ચેરમેન તરીકે ધરમશી દેસાઈની પસંદગી કરવામાં આવી છે. હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ કમિટીની જવાબદારી દિપક પંચાલને સોંપાઈ છે. ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન તરીકે ભાગ્યેશ પટેલની નિમણૂક કરવામાં આવી છે.
ADVERTISEMENT
સભામાં મોબાઈલ નહીં, પ્રજાના પ્રશ્નો પર ધ્યાન આપો! AMC મેયરની કોર્પોરેટરોને ટકોર
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 25, 2026
અમદાવાદ મહાનગરપાલિકાની પહેલી સામાન્ય સભામાં મેયર હિતેશ બારોટે કોર્પોરેટરોને મહત્વપૂર્ણ સૂચના આપી. સભા દરમિયાન કેટલાક કોર્પોરેટરો મોબાઈલ ફોનમાં વ્યસ્ત જોવા મળતા મેયરે તમામ સભ્યોને ફોન બંધ રાખવા… pic.twitter.com/2ToA9g8hsz
ADVERTISEMENT
આ ઉપરાંત રેવન્યુ કમિટીના ચેરમેન તરીકે મુકેશ પટેલ, લીગલ કમિટીના ચેરમેન તરીકે વિપુલ પટેલ, મહિલા અને બાળ વિકાસ કમિટીમાં ડિમ્પલ વરિંદાય, હોસ્પિટલ કમિટીમાં ડૉ. ચાંદની પટેલ, રિક્રીએશન કમિટીમાં જીતુભાઈ ખર્ચરીયા અને AMTS કમિટીમાં પરાગ નાયકને જવાબદારી સોંપવામાં આવી છે.
આ પણ વાંચો : અમરેલીમાં સિંહણનો વધુ એક હુમલો, દાદા સાથે જતાં 5 વર્ષના બાળકને ઉઠાવી ગઈ
ADVERTISEMENT
સામાન્ય સભા દરમિયાન એક રસપ્રદ ઘટના પણ સામે આવી હતી. સભાની શરૂઆતમાં વંદે માતરમ દરમિયાન મોબાઈલ ફોનની રિંગ વાગતા મેયર હિતેશ બારોટે સભ્યોને કડક શબ્દોમાં ટકોર કરી હતી. તેમણે કોર્પોરેટરોને સૂચના આપી હતી કે સભા દરમિયાન મોબાઈલનો ઉપયોગ ટાળવો જોઈએ અને ચર્ચા દરમિયાન સંપૂર્ણ ધ્યાન પ્રજાના મુદ્દાઓ પર કેન્દ્રિત કરવું જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.