બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / કતાર પ્લાન્ટ દુર્ઘટનામાં સુરત બાદ ખંભાળિયાના યુવાનનું પણ મો*ત, પરિવારજનો શોકમગ્ન
Last Updated: 02:26 PM, 25 June 2026
Qatar LNG Plant Blast : દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના હર્ષદપુર વિસ્તારમાં રહેતા 31 વર્ષીય યુવાન કિરીટ જયંતીભાઈ કણજારીયાના કતારમાં બનેલી ઔદ્યોગિક દુર્ઘટનામાં નિધન થતા પરિવાર અને સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. પરિવારના ભરણપોષણ અને વધુ સારી આવકની આશાએ વિદેશમાં કામ કરવા ગયેલા કિરીટનું આકસ્મિક અવસાન થતા તેમના સ્વજનો માટે આ ઘટના ભારે આઘાતરૂપ બની છે.
ADVERTISEMENT
માહિતી અનુસાર, કતારમાં આવેલી એલએનજી સુવિધા સાથે સંકળાયેલા સ્થળે થયેલી દુર્ઘટનામાં તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા અને સારવાર દરમિયાન તેમનું અવસાન થયું હતું. કિરીટ છેલ્લા બે વર્ષથી વિદેશમાં રોજગાર સાથે જોડાયેલા હતા અને સમયાંતરે પરિવારને મળવા ભારત આવતા હતા. મૃતક પોતાના પાછળ પત્ની અને બે નાનાં સંતાનોને છોડીને ગયા છે.
ADVERTISEMENT
પરિવાર માટે આધારસ્તંભ સમાન વ્યક્તિના નિધનથી સ્વજનો દુઃખમાં ગરકાવ થયા છે. ગામ અને સમાજના લોકો પણ પરિવારને સાંત્વના પાઠવી રહ્યા છે. પરિવારજનો દ્વારા મૃતદેહને વતન પરત લાવવા માટે જરૂરી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. સ્થાનિક આગેવાનો અને સંબંધિત સ્તરે રજૂઆતો કરવામાં આવી રહી છે જેથી શક્ય તેટલી વહેલી તકે મૃતદેહ પરિવાર સુધી પહોંચાડી શકાય.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.