બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / જર્જરિત હાલતમાં સુભાષ બ્રિજ, પિલરમાં તિરાડો પડતાં AMC બ્રિજ પાડવાનો નિર્ણય લઈ શકે

અમદાવાદ / જર્જરિત હાલતમાં સુભાષ બ્રિજ, પિલરમાં તિરાડો પડતાં AMC બ્રિજ પાડવાનો નિર્ણય લઈ શકે

Priykant Shrimali

Last Updated: 10:39 AM, 24 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad Subhash Bridge : અમદાવાદના સુભાષ બ્રિજને લઈને મોટો નિર્ણય શક્ય, સંપૂર્ણ ડિમોલીશન થઈ શકે તેવી ચર્ચા

Ahmedabad Subhash Bridge : અમદાવાદના સુભાષ બ્રિજને લઈને આગામી સમયમાં મોટો નિર્ણય લેવાઈ શકે તેવી ચર્ચા તેજ બની છે. વાસ્તવમાં સુભાષ બ્રિજના હાલના માળખામાં વધુ તિરાડો અને માળખાકીય જોખમ સામે આવતા માત્ર રિપેરિંગ નહીં પરંતુ સમગ્ર બ્રિજને તોડી ફરીથી નવા સ્વરૂપે બનાવવાનો વિકલ્પ પણ ગંભીરતાથી વિચારવામાં આવી રહ્યો હોવાનું સામે આવ્યું છે.

ઉલ્લેખનિય છે કે, અગાઉ બ્રિજના અસરગ્રસ્ત ભાગ અને કેટલાક સ્પાન દૂર કરીને નવો ભાગ તૈયાર કરવાની દિશામાં કામગીરી ચાલી રહી હતી. પરંતુ ડિમોલીશન દરમિયાન બ્રિજના અન્ય ભાગોમાં પણ અસર અને તિરાડો દેખાવા લાગતાં નિષ્ણાતોએ સમગ્ર માળખાનું ફરી મૂલ્યાંકન કર્યું હોવાનું જાણવા મળે છે.

કન્સલ્ટન્ટના પ્રાથમિક અભિપ્રાય મુજબ માત્ર ઉપરનો ભાગ બદલવાથી લાંબા ગાળે પૂરતી સુરક્ષા મળી રહે તેવી સ્થિતિ દેખાતી નથી. બ્રિજ લાંબા સમયથી ઉપયોગમાં હોવાથી ગર્ડર ઉપરાંત પીલરની સ્થિતિ પણ ચિંતાજનક બની શકે છે. તેથી સંપૂર્ણ ડિમોલીશન અને નવેસરથી નિર્માણ વધુ યોગ્ય વિકલ્પ બની શકે તેવી ચર્ચા ચાલી રહી છે.

આ મુદ્દે વિવિધ ટેકનિકલ સંસ્થાઓ અને નિષ્ણાત એજન્સીઓના અભિપ્રાયો પર વિચારણા થઈ રહી છે. હાલના તબક્કે બ્રિજના કેટલાક ભાગો દૂર કર્યા બાદ આગળની કાર્યવાહી કેવી રીતે કરવી તે અંગે અંતિમ નિર્ણય લેવાઈ શકે છે. મ્યુનિસિપલ તંત્ર અને ટેકનિકલ ટીમો વચ્ચે ચર્ચા બાદ આગામી માર્ગ નક્કી થવાની શક્યતા છે.

આ પણ વાંચો : વીમો, PUC એક્સપાયર થવા પર મળશે નોટિસ, બ્લેકલિસ્ટ કેટેગરીમાં મુકાઈ જશે વાહન, જાણો કેટલા દિવસ મળશે?

જો આખો બ્રિજ ફરીથી બનાવવાનો નિર્ણય લેવાશે તો સમયમર્યાદા અને ખર્ચ બંનેમાં વધારો થઈ શકે છે. અગાઉ નવા બ્રિજ માટે મંજૂર થયેલી યોજના હવે નવી સ્થિતિ મુજબ બદલાઈ શકે છે. શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તાર વચ્ચેનું આ મહત્વનું કનેક્ટિવિટી પોઈન્ટ હોવાથી નાગરિકો માટે પણ આ નિર્ણય ખાસ મહત્વનો બનશે. ડિસેમ્બર 2025 દરમિયાન બ્રિજમાં માળખાકીય ખામી અને સ્પાનમાં અસર સામે આવ્યા બાદ બ્રિજને બંધ કરી તપાસ શરૂ કરવામાં આવી હતી. ત્યારથી ટેકનિકલ અભ્યાસ અને ભવિષ્યના સલામત વિકલ્પો પર કામ ચાલી રહ્યું છે. હવે સૌની નજર અંતિમ નિર્ણય પર ટકી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

AMC Bridge Update Bridge Demolition Subhash Bridge Ahmedabad
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ