બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / ગાંધીનગરના સમાચાર / ગુજરાતના 52 તાલુકામાં મેઘમહેર, આજે આ વિસ્તારોમાં પડશે વરસાદ

photo-story

6 ફોટો ગેલેરી

ચોમાસું / ગુજરાતના 52 તાલુકામાં મેઘમહેર, આજે આ વિસ્તારોમાં પડશે વરસાદ

Last Updated: 10:06 AM, 22 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Gujarat Pre Monsoon Rain : ગુજરાતમાં પ્રી-મોન્સૂનનો જોરદાર પ્રભાવ: 24 કલાકમાં 52 તાલુકામાં વરસાદ, ગળતેશ્વર સૌથી વધુ ભીંજાયું, જાણો આજે ક્યાં વરસાદની આગા

1/6

photoStories-logo

1. ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલ

ગુજરાતમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી ધીમે ધીમે સક્રિય બનતી જઈ રહી છે અને છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના કુલ 52 તાલુકાઓમાં વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં ગરમીથી રાહત મળી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. ગળતેશ્વરમાં સૌથી વધુ 2.91 ઇંચ વરસાદ

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જાહેર કરાયેલા વરસાદના આંકડા મુજબ ખેડા જિલ્લાના ગળતેશ્વરમાં સૌથી વધુ 2.91 ઇંચ વરસાદ નોંધાયો હતો. ગળતેશ્વર બાદ પંચમહાલ જિલ્લાના કલોલમાં 2.52 ઇંચ અને ગોધરામાં 2.48 ઇંચ વરસાદ નોંધાતા વરસાદી માહોલ વધુ સક્રિય બન્યો હતો. આ સિવાય છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં 2.2 ઇંચ વરસાદ પડ્યો હતો જ્યારે પંચમહાલના મોરવા (હડફ) અને ઘોઘંબા વિસ્તારોમાં પણ નોંધપાત્ર વરસાદ નોંધાયો હતો. વડોદરા જિલ્લાના ડેસર વિસ્તારમાં પણ સારો વરસાદ પડતાં સ્થાનિક સ્તરે રાહત અનુભવાઈ હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. 45 તાલુકામાં એક ઇંચથી ઓછો વરસાદ નોંધાયો

રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો હતો. કુલ 45 તાલુકામાં એક ઇંચથી ઓછો વરસાદ નોંધાયો હતો. તેમાં દાહોદ, ફતેપુરા, કામરેજ, સંતરામપુર, ગરુડેશ્વર, જાંબુઘોડા, હાલોલ, લાઠી, સુરત શહેર, ભાવનગર અને વલસાડ સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. વરસાદી સ્થિતિ યથાવત રહેવાની શક્યતા

હવામાન વિભાગે આગામી દિવસો માટે પણ વરસાદી સ્થિતિ યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. આગામી છ દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. આજે અહિયાં વરસાદની આગાહી

આજે ખાસ કરીને વલસાડ, નવસારી, સુરત, તાપી, નર્મદા, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને અરવલ્લી જિલ્લાઓમાં વરસાદી ઝાપટાની શક્યતા દર્શાવવામાં આવી છે. જ્યારે સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગર જિલ્લામાં પણ વરસાદી વાતાવરણ રહેવાની સંભાવના છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. શું કહે છે હવામાન નિષ્ણાતો ?

હવામાન નિષ્ણાતોનું માનવું છે કે પ્રી-મોન્સૂન વરસાદ રાજ્યમાં મુખ્ય ચોમાસા માટે અનુકૂળ પરિસ્થિતિ ઊભી કરી રહ્યો છે અને આગામી દિવસોમાં વરસાદનું પ્રમાણ વધુ વિસ્તારો સુધી પહોંચે તેવી શક્યતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Pre Monsoon Rain Gujarat Gujarat Rain Gujarat Weather Update
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ