ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ખેડૂતોના સમર્થનમાં હકાભા ગઢવીએ કર્યો લોકડાયરો, અમરણાંત ઉપવાસને ચાર દિવસ પૂર્ણ

મોરબી / ખેડૂતોના સમર્થનમાં હકાભા ગઢવીએ કર્યો લોકડાયરો, અમરણાંત ઉપવાસને ચાર દિવસ પૂર્ણ

Published By: Priykant Shrimali

Last Updated: 07:52 AM, 22 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Morbi Hakabha Gadhvi Lok Dayro : મોરબીના જેતપરમાં ખેડૂતોના સમર્થનમાં લોકકલાકાર હકાભા ગઢવીનો લોકડાયરો, આંદોલનને મળ્યો જનસમર્થનનો સૂર

ADVERTISEMENT

Morbi Hakabha Gadhvi Lok Dayro : મોરબી જિલ્લાના જેતપર ગામમાં ખેડૂતો દ્વારા ચાલી રહેલા વિરોધ આંદોલનને લઈ એક મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં ગઇકાલે રાત્રે અહી લોકકલાકાર હકાભા ગઢવીના લોકડાયરો યોજાયો હતો. આ તરફ ખેડૂતોની માંગણીઓને લઈને શરૂ થયેલા આમરણાંત ઉપવાસ આંદોલનના ચોથા દિવસે યોજાયેલા આ લોકડાયરામાં મોટી સંખ્યામાં ખેડૂતો અને ગ્રામજનો હાજર રહ્યા હતા.

જાણો શું છે સમગ્ર મામલો ?

જેતપર ગામમાં ખેડૂતો વીજ લાઇન સંબંધિત મુદ્દે લાંબા સમયથી પોતાની માંગણીઓ રજૂ કરી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે તેમની સમસ્યાઓને ગંભીરતાથી લેવામાં આવે અને યોગ્ય ઉકેલ લાવવામાં આવે. આ મુદ્દે ખેડૂતો સતત વિવિધ પ્રકારના વિરોધ કાર્યક્રમો યોજી રહ્યા છે, છતાં હજુ સુધી કોઈ સ્પષ્ટ નિર્ણય કે ઉકેલ સામે આવ્યો નથી.

આ દરમિયાન લોકકલાકાર હકાભા ગઢવીએ ખેડૂતોના સમર્થનમાં કોઈ પણ પ્રકારની ફી લીધા વગર લોકડાયરો રજૂ કરીને સામાજિક સહભાગિતાનો સંદેશ આપ્યો. ડાયરાના માધ્યમથી ખેડૂતોના મનોબળને મજબૂત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ઉપવાસ છાવણી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં લોકોનો ઉત્સાહ અને ખેડૂતો પ્રત્યેનો સહકાર સ્પષ્ટ જોવા મળ્યો.

આ પણ વાંચો : બે દિવસ બાદ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રીની શક્યતા, અમદાવાદ સહિત 18 જિલ્લાઓમાં વરસાદની આગાહી

આંદોલનના ચોથા દિવસે પણ ખેડૂતો પોતાની માંગણીઓ પર અડગ રહ્યા હતા અને તેઓએ સ્પષ્ટ સંદેશ આપ્યો કે યોગ્ય નિરાકરણ ન મળે ત્યાં સુધી તેઓ સંઘર્ષ ચાલુ રાખશે. બીજી તરફ, સતત કાર્યક્રમો અને વિરોધ છતાં તંત્ર તરફથી હજુ સુધી કોઈ નોંધપાત્ર પ્રતિસાદ ન મળતા સ્થાનિક સ્તરે ચર્ચા તેજ બની છે. હવે ખેડૂતોની માંગણીઓ ક્યારે સ્વીકારાશે અને આ સમગ્ર મુદ્દાનો ઉકેલ ક્યારે આવશે તે ચર્ચાનો મુખ્ય વિષય બન્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Farmers Protest Hakabha Gadhvi Morbi

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ