બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજ્યમાં વરસાદ અંગે સ્કાયમેટનું અનુમાન, જાણો ક્યારથી શરૂ થશે વરસાદ

photo-story

5 ફોટો ગેલેરી

ગુજરાત / રાજ્યમાં વરસાદ અંગે સ્કાયમેટનું અનુમાન, જાણો ક્યારથી શરૂ થશે વરસાદ

Last Updated: 12:25 PM, 22 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે. આગામી દિવસોમાં રાજ્યમાં ચોમાસાની સત્તાવાર એન્ટ્રી થવાની સંભાવના વચ્ચે વરસાદી માહોલ વધુ મજબૂત બનતો જોવા મળી રહ્યો છે

1/5

photoStories-logo

1. 27 જૂનથી ગુજરાતમાં ચોમાસાનો માહોલ

ખેડૂતો ખેતર ખેડીને વાવણી માટે રહેજો તૈયાર! કારણ કે આગામી અઠવાડિયામાં ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટે રાજ્ય માટે મહત્વપૂર્ણ આગાહી જાહેર કરી છે. આ આગાહી મુજબ આગામી 27 જૂનથી ગુજરાતમાં ચોમાસાનો માહોલ જામી શકે છે અને અનેક વિસ્તારોમાં વરસાદી પ્રવૃત્તિઓમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટાં

સ્કાયમેટના અનુમાન અનુસાર ચોમાસા પહેલાં પ્રિ-મોન્સુન એક્ટિવિટીના કારણે રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટાં જોવા મળી શકે છે. છેલ્લા કેટલાક દિવસોથી હવામાનમાં બદલાવ જોવા મળી રહ્યો છે અને વાદળછાયું વાતાવરણ પણ સર્જાઈ રહ્યું છે. આ પરિસ્થિતિ આગામી દિવસોમાં વધુ મજબૂત બનવાની સંભાવના છે, જેના કારણે ખેડૂતો માટે વાવણીની અનુકૂળ સ્થિતિ સર્જાઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના

હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ દરિયાકાંઠાના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના વધુ છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને દરિયાકાંઠાના જિલ્લાઓમાં વરસાદી માહોલ વધુ સક્રિય રહી શકે છે. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ નોંધાઈ શકે છે. ગાજવીજ અને પવન સાથે વરસાદ પડવાની શક્યતા હોવાથી સ્થાનિક તંત્ર પણ સતર્ક બન્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. એજન્સીઓના અનુમાન મુજબ ચોમાસું હાલમાં મુંબઈ તરફ

આ દરમિયાન ચોમાસાની ગતિ પણ સતત આગળ વધી રહી છે. મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં આગામી બે દિવસમાં ચોમાસું પહોંચી જવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ અને ખાનગી એજન્સીઓના અનુમાન મુજબ ચોમાસું હાલમાં મુંબઈ તરફ આગળ વધી રહ્યું છે અને તેની ગતિ અનુકૂળ રહે તો આગામી પાંચ દિવસમાં ગુજરાતની સરહદ સુધી પહોંચી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. સમાચાર અત્યંત મહત્વના માનવામાં આવી રહ્યા

રાજ્યના ખેડૂતો માટે આ સમાચાર અત્યંત મહત્વના માનવામાં આવી રહ્યા છે. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો હવે ખેતરો તૈયાર કરવામાં વ્યસ્ત બન્યા છે. જો આગાહી મુજબ વરસાદ થાય તો વાવણી માટે અનુકૂળ માહોલ સર્જાશે અને કૃષિ ક્ષેત્રને મોટો ફાયદો થશે. આગામી 27 જૂનથી રાજ્યમાં ચોમાસાનો માહોલ જામવાની શક્યતા વચ્ચે ખેડૂતોને વાવણી માટે તૈયાર રહેવાની સલાહ આપવામાં આવી રહી છે. હાલ સમગ્ર રાજ્યની નજર વરસાદ અને ચોમાસાની સત્તાવાર એન્ટ્રી પર ટકેલી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Rain Forecast Monsoon Gujarat Skymet Weather
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ