બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / યોગ દિવસ નિમિત્તે અમદાવાદમાં યોગમય વાતાવરણ, ગૃહમંત્રી અમિત શાહ અને હર્ષ સંઘવીએ કર્યા યોગ
Last Updated: 11:36 AM, 21 June 2026
Ahmedabad International Yoga Day : આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી નિમિત્તે અમદાવાદમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉપસ્થિત રહી યોગ અભ્યાસ કર્યો. કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની વિશેષ હાજરીએ કાર્યક્રમને વધુ ગૌરવશાળી બનાવ્યો.
ADVERTISEMENT
ભારતીય સંસ્કૃતિમાં યોગને માત્ર શારીરિક કસરત નહીં પરંતુ જીવનને સંતુલિત અને શિસ્તબદ્ધ બનાવતી જીવનપદ્ધતિ તરીકે માનવામાં આવે છે. “યોગ કર્મસુ કૌશલમ”ના વૈદિક વિચારને અનુસરીને યોગને જીવનમાં ઉતારવાનો સંદેશ આપવામાં આવ્યો.

ADVERTISEMENT
કાર્યક્રમ દરમિયાન યોગ અને પ્રાણાયામ દ્વારા તન-મનને સ્વસ્થ રાખવાની સાથે આંતરિક શાંતિ અને આધ્યાત્મિક ઉન્નતિનું મહત્વ પણ સમજાવવામાં આવ્યું. આપણા ઋષિ-મુનિઓએ વિશ્વને આપેલી યોગની અમૂલ્ય ભેટ આજે સમગ્ર વિશ્વમાં સ્વાસ્થ્ય અને સકારાત્મક જીવન માટે માર્ગદર્શક બની રહી છે.
ADVERTISEMENT
‘સ્વસ્થ જીવન માટે યોગ’ના સંકલ્પ સાથે આયોજિત આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ પણ યોગને દૈનિક જીવનનો ભાગ બનાવવા અને નિરામય જીવન તરફ આગળ વધવા અપીલ કરી.
આ પણ વાંચો : કોળી સમાજના અધ્યક્ષ પદના વિવાદ પર કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન
ADVERTISEMENT
કાર્યક્રમ દરમિયાન દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના યોગ દિવસ માટેના વિશેષ સંદેશનું પણ શ્રવણ કરવામાં આવ્યું. આ અવસરે નાગરિકોને યોગ દ્વારા શરીર, મન અને આધ્યાત્મિક ચેતનાને મજબૂત બનાવવાનો સંકલ્પ લેવા માટે આહ્વાન કરવામાં આવ્યું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.