બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ હાઈવે પર લકઝરી બસ પલટી, અનેક મુસાફરો ઇજાગ્રસ્ત, બચાવ કામગીરી તેજ
Last Updated: 10:19 PM, 21 June 2026
અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ હાઈવે પર કરીયાણા ગામ નજીક રવિવારે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મુસાફરોને લઈ જઈ રહેલી એક લગ્ઝરી બસ અચાનક નિયંત્રણ ગુમાવી પલટી ખાઈ રોડની નીચે ઉતરી ગઈ હતી. અકસ્માત બાદ સ્થાનિક લોકો અને રાહત-બચાવ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT
મળતી માહિતી મુજબ, બસમાં સવાર મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. ઘટનાની જાણ થતાં જ 108 ઇમરજન્સી સેવા હેઠળ ચાર એમ્બ્યુલન્સને સ્થળ પર મોકલવામાં આવી હતી. ઇજાગ્રસ્ત મુસાફરોને પ્રાથમિક સારવાર આપ્યા બાદ નજીકની હોસ્પિટલોમાં ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
અકસ્માત બાદ હાઈવે પર થોડા સમય માટે વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો. પોલીસ અને સંબંધિત તંત્ર પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. અકસ્માત કેવી રીતે સર્જાયો તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર કારણ સામે આવ્યું નથી.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઇજાગ્રસ્તોની સંખ્યા અને તેમની હાલત અંગેની વિગતવાર માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. તંત્ર દ્વારા મુસાફરોને તમામ જરૂરી મદદ અને સારવાર ઉપલબ્ધ કરાવવા માટે જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી છે.
ADVERTISEMENT
દરમિયાન, સ્થાનિક તંત્રએ વાહનચાલકોને અકસ્માત સ્થળ નજીક સાવચેતીપૂર્વક વાહન ચલાવવા તેમજ ટ્રાફિકની સ્થિતિને ધ્યાનમાં રાખીને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની અપીલ કરી છે. ઘટનાની વધુ વિગતો માટે સત્તાવાર અહેવાલની રાહ જોવામાં આવી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.