બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગુજરાતી એક્ટ્રેસ મમતા સોની સાથે ઠગાઈ, ઉઘરાણી કરતાં જાનથી મારી નાખવાની ધમકી આપી

VIDEO / ગુજરાતી એક્ટ્રેસ મમતા સોની સાથે ઠગાઈ, ઉઘરાણી કરતાં જાનથી મારી નાખવાની ધમકી આપી

Vishal Khamar

Last Updated: 03:43 PM, 22 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી મમતા સોની સાથે છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. કઠલાલ ભાજપ યુવા મોરચાના પ્રમુખ દિપક ડાભી સામે અભિનેત્રીએ ગંભીર આક્ષેપ કર્યા છે.

ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી મમતા સોનીએ કઠલાલ તાલુકાના ભાજપ યુવા મોરચાના પ્રમુખ દીપક ડાભી સામે લાખો રૂપિયાની છેતરપિંડી અને ધમકી આપવાના ગંભીર આક્ષેપો કર્યા છે. આ મામલે મમતા સોની દ્વારા સોશિયલ મીડિયા પર એક વીડિયો જાહેર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે, જે હાલ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે.

માહિતી અનુસાર, દીપક ડાભીએ મમતા સોની પાસેથી ત્રણ મોટા સાંસ્કૃતિક કાર્યક્રમો કરાવ્યા હતા. કાર્યક્રમો શરૂ થતાં પહેલાં બંને પક્ષો વચ્ચે એક નિશ્ચિત રકમ નક્કી કરવામાં આવી હતી. જોકે, અભિનેત્રીનો આક્ષેપ છે કે તેમણે તમામ કાર્યક્રમો સફળતાપૂર્વક પૂર્ણ કર્યા હોવા છતાં નક્કી કરાયેલું મહેનતાણું ચૂકવવામાં આવ્યું નથી.

જાનથી મારી નાંખવાની ધમકી આપી

મમતા સોનીએ દાવો કર્યો છે કે તેમણે અગાઉ પણ ફેબ્રુઆરી મહિનામાં બાકી રકમની માંગણી કરી હતી, પરંતુ પ્રશ્નનો કોઈ ઉકેલ આવ્યો નહોતો. વધુમાં તેમણે એવો પણ આક્ષેપ કર્યો છે કે ઉઘરાણી દરમિયાન તેમને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.

મમતા સોની દ્વારા શું આક્ષેપ કરવામાં આવ્યા

દીપક ડાભી હાલમાં મૂંડેલ ગ્રામ પંચાયતના સરપંચ તેમજ કઠલાલ તાલુકા ભાજપ યુવા મોરચાના પ્રમુખ તરીકે કાર્યરત છે. મમતા સોની દ્વારા કરવામાં આવેલા આક્ષેપો બાદ સ્થાનિક રાજકીય અને સામાજિક વર્તુળોમાં ચર્ચાઓ તેજ બની છે.

આ પણ વાંચોઃ શારદાબેન હોસ્પિટલમાં હોબાળો, ડૉક્ટરની બેદરકારીથી દર્દીના મોતનો આરોપ

હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોને લઈને વિવિધ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. જોકે, આક્ષેપોની સત્તાવાર તપાસ અથવા સંબંધિત પક્ષ તરફથી જાહેર પ્રતિક્રિયા અંગે હજુ સુધી કોઈ પુષ્ટિ મળી નથી. વીટીવી ડિજિટલ આ પ્રકારના કોઈ વીડિયોની પુષ્ટિ કરતું નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Deepak Dabhi Mamta Soni Kathlal News
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ