બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / શરીરમાં દેખાય આ સંકેતો તો સમજી જજો હાર્ટ ખરાબ છે, એક્સપર્ટ પાસેથી જાણો

હેલ્થ / શરીરમાં દેખાય આ સંકેતો તો સમજી જજો હાર્ટ ખરાબ છે, એક્સપર્ટ પાસેથી જાણો

Nirav Kumar

Last Updated: 09:05 PM, 23 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શું તમે જાણો છો કે હાર્ટ અટેક અચાનક નથી આવતો એના પહેલા બોડીમાં અમુક સંકેત જોવા મળે છે. જેને સામાન્ય બાબત ગણીને અવોઇડ ન કરવી જોઈએ. ચાલો તેના વિષે જાણીએ.

આપણું શરીર અમુક સંકેતો આપે છે જે હૃદયના ખરાબ હોવાનું દર્શાવે છે. આ સંકેતોને અવગણવા ખતરનાક સાબિત થઈ શકે છે. કેમ કે કે આ સ્થિતિ હાર્ટ અટેક કે મૃત્યુ તરફ દોરી શકે છે. જેમાં ખરાબ લાઈફસ્ટાઈલના લીધે હાર્ટ અટેક આજે એક ગંભીર બીમારી બની ગયુ છે. વર્લ્ડ હાર્ટ ફેડરેશનના ડેટા અનુસા વૈશ્વિક સ્તરે લગભગ 32% મૃત્યુ હૃદય સંબંધિત બીમારીને કારણે થાય છે. હાર્ટ અટેક કે અને બીજી સમસ્યાઓ અચાનક થતી નથી. એના પહેલા આપણા શરીર તેમને પહેલાથી જ સંકેત આપવાનું શરૂ કરે છે. આ લક્ષણોને ઓળખવાથી લાઈફ બચાવી શકાય છે.

  • છાતીમાં બેચેની કે દબાણ

એક્સપર્ટ અનુસાર, આ હાર્ટ અટેકનું સૌથી કોમન લક્ષણ છે. જો તમને છાતીમાં ભારેપણું, બેચેની , કે બળતરાનો અનુભવ થાય અને તે થોડી મિનિટોથી વધુ સમય સુધી ચાલુ રહે આરામ કરવાથી ઠીક થઈ જાય છે તો તે કોરોનરી ધમની રોગની નિશાની હોઈ શકે છે.

  • કારણ વગર અતિશય થાક

જો તમે રોજિંદા કામકાજ કરીને પણ ઝડપથી થાકી જાઓ છો કે સવારે ઉઠ્યા પછી સુસ્તી અનુભવો છો તો તે સૂચવે છે કે તમારું હૃદય તમારા આખા શરીરમાં લોહી યોગ્ય રીતે પંપ કરી રહ્યું નથી.

vtv hiring 2
  • શ્વાસ લેવામાં તકલીફ

સીડી ચડતી વખતે કે થોડું ચાલતી વખતે પણ શ્વાસ લેવામાં તકલીફ એ કમજોર હૃદયની નિશાની છે. ક્યારેક, સૂતી વખતે પણ શ્વાસ લેવામાં તકલીફ પડે છે.

  • હાથ, પગ અને પગની ઘૂંટીઓમાં સોજો

જ્યારે હૃદયની પંપીંગ ક્ષમતા કમજોર પડી જાય ત્યારે શરીરના નીચેના ભાગોમાં પ્રવાહી ભેગું થવા લાગે છે જેના કારણે પગ અને પગની ઘૂંટીઓમાં સોજો આવે છે.

  • ચક્કર અને ઠંડા પરસેવો

કોઈપણ શારીરિક શ્રમ વગર અચાનક ઠંડા પરસેવો અને ચક્કર આવવા એ હાર્ટ અટેક આવવાનો સીધો સંકેત હોઈ શકે છે.

  • આ રીતે અટકાવવું

અમુક સ્ટડી દર્શાવે છે કે 80% અકાળ હાર્ટ અટેકને માત્ર લાઈફસ્ટાઈલમાં ફેરફાર દ્વારા અટકાવી શકાય છે. જો તમને તેમાંના કોઈપણ લક્ષણો સતત ફિલ થાય તો તેને ગેસ કે સામાન્ય કમજોરી ગણીને અવોઇડ ન કરો. જેમાં તાત્કાલિક કાર્ડિયોલોજિસ્ટની સલાહ લો અને ECG અને ઇકોકાર્ડિયોગ્રાફી જેવા જરૂરી ટેસ્ટ કરાવો.

વધુ વાંચો : બ્લડ સુગર આવી જશે નોર્મલ લેવલ પર, સાથે બીજા 4 ફાયદા, આ ચીજ રોજ ચાવી જજો

દરરોજ ઓછામાં ઓછા 30 મિનિટ સ્વસ્થ આહાર લો અને કસરત કરો કે ચાલવા જાઓ. આ તમારી નસો અને ધમનીઓમાં બ્લોકેજનું જોખમ ઘટાડે છે. ચાલવાથી તમારી નસોમાં કોલેસ્ટ્રોલ જમા થવાનું જોખમ ઘટે છે. નિયમિત રીતે LFTs, KFTs, CBCs, યુરીન ટેસ્ટ અને બીજા ટેસ્ટ કરાવો.

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Chest Discomfort Heart Attack Heart Disease
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ