બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / Technology / ટેક અને ઓટો / POCO M8x 5Gની ભારતમાં એન્ટ્રી ટૂંક સમયમાં! ડિઝાઇનનો થયો ખુલાસો, Flipkart પર થશે વેચાણ
Last Updated: 07:42 PM, 14 August 2026
પોકો ભારતમાં પોતાની M-સિરીઝનું એક વધુ નવો સ્માર્ટફોન લાવવાની તૈયારીમાં છે. કંપનીએ Poco M8x 5Gના ભારતીય લોન્ચને ટીઝ કરી દીધું છે. આ માટે એક ખાસ માઇક્રોસાઇટ પણ લાઇવ થઈ ગઈ છે જ્યાં ફોનનું ડિઝાઇન અને વેચાણ સંબંધિત માહિતી સામે આવી છે. આ ફોનમાં ફ્લેટ બેક પેનલ સાથે ગોલ્ડન ફિનિશવાળું ચોરસ કેમેરા મોડ્યુલ દેખાયું છે. જોકે કંપનીએ હજુ લોન્ચ તારીખ, કિંમત અને અન્ય સ્પેસિફિકેશન્સનું ખુલાસો કર્યું નથી. આ ફોનની કિંમત 24,999 રૂપિયાની આસપાસ હોઈ શકે છે.
ADVERTISEMENT
પોકોની માઇક્રોસાઇટ પર Poco M8x 5Gનું ડિઝાઇન ટીઝ કરવામાં આવ્યું છે. આ ફોનમાં ટેક્સચર્ડ ફ્લેટ રિયર પેનલ દેખાય છે જેની ઉપર ડાબી બાજુ ચોરસ આકારનું કેમેરા મોડ્યુલ આપવામાં આવ્યું છે. આ ફોન લીલા રંગમાં નજરે પડ્યો છે જ્યારે તેનું ફ્રેમ અને કેમેરા મોડ્યુલ ગોલ્ડન રંગમાં છે. કેમેરા મોડ્યુલમાં ડ્યુઅલ રિયર કેમેરા અને LED ફ્લેશ મળી શકે છે. નીચેની બાજુ મધ્યમાં પોકોની બ્રાન્ડિંગ આપવામાં આવી છે, જ્યારે પાવર બટન અને વોલ્યુમ કંટ્રોલ જમણી બાજુ દેખાય છે.
ADVERTISEMENT
જેમાં કંપનીએ કન્ફર્મ કર્યું છે કે Poco M8x 5Gને ભારતમાં જલ્દી લોન્ચ કરવામાં આવશે. આ ફોનનું વેચાણ ફ્લિપકાર્ટ મારફતે થશે. જોકે હજુ તેની લોન્ચ તારીખ, કિંમત, કેમેરા, પ્રોસેસર અને બીજા ફીચર્સની માહિતી સામે આવી નથી. કંપની આગામી દિવસોમાં આ વિગતોનું ખુલાસો કરી શકે છે. Poco M8x 5Gનું લોન્ચ Poco M8 Powerના ભારતમાં આવ્યા બાદ થોડા સમય બાદ થઈ રહ્યું છે જેને આ મહિનાની શરૂઆતમાં લોન્ચ કરવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
ADVERTISEMENT
Poco M8 Powerને ભારતમાં 24,999 રૂપિયાની શરૂઆતી કિંમતે લોન્ચ કરવામાં આવ્યું હતું. તેના બેઝ વેરિયન્ટમાં 6GB રેમ અને 128GB સ્ટોરેજ મળે છે. ફોનમાં 6.83 ઇંચની ફુલ-HD+ AMOLED ડિસ્પ્લે છે જે 120Hz રિફ્રેશ રેટ, 240Hz ટચ સેમ્પલિંગ રેટ અને 1,800 નિટ્સ સુધીની પીક બ્રાઇટનેસ સપોર્ટ કરે છે. તેમાં સ્નેપડ્રેગન 4 જેન 4 ચિપસેટ, 50 મેગાપિક્સલ રિયર કેમેરા અને 8 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યા છે. આ ફોનમાં 8,000mAh બેટરી સાથે 45W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ મળે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.