બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / Royal Enfield કરશે ધમાકો, એડવેન્ચર લવર્સ માટે લાવશે નવી બાઇક, આ તારીખે થશે લૉન્ચ

photo-story

5 ફોટો ગેલેરી

ઓટો / Royal Enfield કરશે ધમાકો, એડવેન્ચર લવર્સ માટે લાવશે નવી બાઇક, આ તારીખે થશે લૉન્ચ

Last Updated: 05:03 PM, 14 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

રોયલ એનફીલ્ડ હિમાલયન 440ને 4 સપ્ટેમ્બર 2026ના રોજ લોન્ચ કરશે, જેમાં 443 ccનું LS 440 એન્જિન અને એડવેન્ચર ફીચર્સ મળશે. ચાલો તેના વિષે જાણીએ.

1/5

photoStories-logo

1. રોયલ એનફીલ્ડ

જેમને ઉબડખાબડ રસ્તા પર બાઈક દોડાવવાનો શોખ છે તેમના માટે રોયલ એનફીલ્ડ કંઈક ખાસ લઈને આવી રહી છે. કંપનીએ પોતાની નવી એડવેન્ચર બાઈક અંગે મોટી જાહેરાત કરી છે. વાત છે રોયલ એનફીલ્ડ હિમાલયન 440ની જે નવા એન્જિન સાથે આવવાની છે. આ બાઈક હિમાલયન 411 જેવું જ હશે પણ તેમાં LS 440 એન્જિન મળશ જે હાલ સ્ક્રેમ 440માં વપરાય છે. એટલે કે રોયલ એનફીલ્ડ હિમાલયન 450થી એક લેવલ નીચે એક વધુ એડવેન્ચર બાઈક ઉમેરશે. હાલની હિમાલયનમાં શેરપા 450 લિક્વિડ કૂલ્ડ એન્જિન આવે છે જે વધુ આધુનિક અને કટિંગ-એજ માનવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. નવું બાઈક ક્યારે લોન્ચ થશે?

રોયલ એનફીલ્ડે હિમાલયન 440ની લોન્ચ તારીખ જાહેર કરી દીધી છે. કંપનીએ પોતાની અધિકારી વેબસાઈટ અને સોશિયલ મીડિયા પર આ બાઈકને ટીઝ કરી છે. આ બાઈક 4 સપ્ટેમ્બર 2026ના રોજ લોન્ચ થશે. તેમાં લોંગ સ્ટ્રોક એન્જિન મળશે જે હિમાલયન કેટેગરીમાં આરામદાયક રાઈડિંગ કેરેક્ટર ઉમેરશે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. USD ફોર્ક્સ

જ્યારે કંપનીએ હિમાલયન 411ને બદલે 450 લોન્ચ કર્યું હતું ત્યારે તેમાં એન્જિનિયરિંગ, ટેક્નોલોજી અને ફીચર્સમાં મોટા અપડેટ્સ કર્યા હતા. તે કંપનીની પહેલી એવું બાઈક હતું જેમાં USD ફોર્ક્સ (અપસાઈડ ડાઉન ફોર્ક્સ), DOHC 4-વાલ્વ હેડ, લિક્વિડ કૂલિંગ, ઈલેક્ટ્રોનિક થ્રોટલ, TFT ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર અને ગૂગલ મેપ્સ મિરરિંગ જેવા ફીચર્સ આપવામાં આવ્યા હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. બાઈકમાં શું હશે ખાસ ?

રોયલ એનફીલ્ડે જાહેર કરેલા ટીઝરમાં બાઈકની સિલુએટ જોવા મળે છે જે સ્પષ્ટ કરે છે કે આ એક એડવેન્ચર બાઈક હશે. તેનું ડિઝાઈન સ્ક્રેમ 440થી ખૂબ પ્રેરિત દેખાશે. આગામી બાઈકમાં હિમાલયન 411 જેવું જ ફ્યુઅલ ટેન્ક, વિન્ડશીલ્ડ, અપરાઈટ હેન્ડલબાર અને ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર જોવા મળી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. ફ્રન્ટ વ્હીલ

આ સિવાય આ બાઈકમાં 21 ઈંચના ફ્રન્ટ વ્હીલ મળશે. ડ્યુઅલ ચેનલ ABS સાથે આગળ અને પાછળ બંને બાજુ ડિસ્ક બ્રેક્સ હશે. તેમાં હિમાલયન 450 જેવું જ TFT ડિસ્પ્લે આવશે, જેમાં ગૂગલ મેપ મિરરિંગનું ફીચર છે. આ બાઈકમાં 443 ccનું સિંગલ સિલિન્ડર એન્જિન મળશે જે 25.4 bhp પાવર અને 35 Nm ટોર્ક પેદા કરશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Royal Enfield Adventure Himalayan 440
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ