ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / મુંબઈ / કેતનની હત્યા પછી ડિલીટ કરી Chat હિસ્ટ્રી અને ક્લીન કર્યું Recycle Bin

Ketan Agarwal Murder Case / કેતનની હત્યા પછી ડિલીટ કરી Chat હિસ્ટ્રી અને ક્લીન કર્યું Recycle Bin

Published By: Ajitsinh Jadeja

Last Updated: 10:51 PM, 26 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ketan Agarwal Case: પુણેના જાણીતા બિલ્ડરના પુત્ર કેતન અગ્રવાલ હત્યા કેસમાં રોજ નવા અને ચોંકાવનારા પુરાવા બહાર આવી રહ્યા છે.

ADVERTISEMENT

Ketan Agarwal Case: પુણેના જાણીતા બિલ્ડરના પુત્ર કેતન અગ્રવાલ હત્યા કેસમાં રોજ નવા અને ચોંકાવનારા પુરાવા બહાર આવી રહ્યા છે. પોલીસ તપાસમાં હવે ખુલાસો થયો છે કે આરોપીઓએ કાનૂનની નજરથી બચવા માટે શાતિર રીતે સબૂત મિટાવવાના તમામ પ્રયાસો કર્યા હતા.

પુણે કેતન અગ્રવાલ હત્યા કેસમાં એક મોટો અને નવો ખુલાસો થયો છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે મુખ્ય આરોપી સિયા ગોયલ અને તેના પ્રેમી ચેતન ચૌધરીએ કાનૂનની આંખમાં ધૂળ નાખવા માટે ગુનાને અંજામ આપવાની પહેલા અને પછી તેમના મોબાઇલ ફોન ચેટ હિસ્ટ્રી અને રિસાયકલ બિન ડેટા સંપૂર્ણપણે સાફ કરી દીધા હતા. પોલીસે હવે આ ડિલીટ કરેલા ડિજિટલ લોગ મેળવવા માટે તેમના મોબાઇલ ફોન ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મોકલ્યા છે.

તપાસ ટીમમાં સામેલ એક પોલીસ અધિકારીએ મીડિયાને જણાવ્યું હતું કે, "અમારી તપાસ દરમિયાન એવું જાણવા મળ્યુ કે બંને આરોપીઓએ 18 જૂન પહેલા અને લોહગઢ ઘટના પછી તેમના મોબાઇલ ફોનમાંથી ચેટ ડિલીટ કરી હતી. આ ચેટ્સ તેમના ફોનના રિસાયકલ બિનમાંથી ડિલીટ કરવામાં આવી હતી."

6 મહિનાથી સંપર્કમાં

પુણે ગ્રામીણ પોલીસની તપાસમાં જાણવા મળ્યું છે કે સિયા ગોયલ (20) અને તેનો બોયફ્રેન્ડ ચેતન ચૌધરી (22) ઘટના પહેલા લગભગ છ મહિનાથી સતત સંપર્કમાં હતા. તેઓએ આ દરમિયાન કુલ 238 કલાક વાતચીત તેમજ 2004 ફોન કોલ્સ કર્યા હતા.

કાફેમાં સ્ક્રિપ્ટ ફાઇનલ થઈ

ઘટનાના દિવસે બંને હત્યાના કાવતરાને અંતિમ સ્વરૂપ આપવા માટે એક કાફેમાં મળ્યા હતા અને માવલ તાલુકાના લોહગઢ કિલ્લામાં ચોક્કસ સ્થળ ઓળખ્યું હતું જ્યાંથી અગ્રવાલને ધક્કો મારવાનું ફાઇલન કરાયું હતું.

આરોપીએ ગુનો કબૂલ્યો

લોનાવાલા ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક (ડીએસપી)એ મીડિયાને જણાવ્યું હતું કે તપાસકર્તાઓએ બંને શંકાસ્પદોની સક્રિય ભૂમિકાને મજબૂત રીતે સ્થાપિત કરી લીધી છે. પોલીસે ગોયલના ભાઈને પણ પૂછપરછ માટે બોલાવ્યો છે અને અન્ય સંબંધીઓ અને મિત્રોને પણ પૂછપરછ માટે બોલાવી રહ્યા છે.

VTV ADD

આ પણ વાંચોઃ અયોધ્યા / રામ મંદિરને દાનમાં આપેલા ચાંદીના હાર, ઇંટો ક્યાં છે? SIT તપાસમાં ખુલાસો

પોલીસે કહ્યું "અમે સિયાના ભાઈને પૂછપરછ માટે બોલાવ્યા હતા અને પરિવારના અન્ય સભ્યો અને મિત્રોને પણ બોલાવીશું. અત્યાર સુધી કેતનની કથિત હત્યામાં સિયા અને ચેતન બંનેની ભૂમિકા સ્થાપિત થઈ ગઈ છે."

જોકે ચૌધરીએ શરૂઆતમાં દાવો કર્યો હતો કે તે ચટ્ટાનવાળી જગ્યાએ હાજર નહોતો, પરંતુ પોલીસ અધિકારીઓને જોયુ પુછપરછ દરમિયાન તેનું નિવેદન ખોટુ સાબિત થયુ. ત્યારબાદ બંને શંકાસ્પદોએ પોતાનો ગુનો કબૂલી લીધો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Maharashtra News Pune News Ketan Agarwal Murder Case

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ