બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / ‘ઓપરેશન સિંદૂર’ ના 6 અમર શહીદોના નામ પહેલીવાર જાહેર, પાકિસ્તાનને ધૂળ ચટાડીને વહોરી હતી શહાદત

નેશનલ / ‘ઓપરેશન સિંદૂર’ ના 6 અમર શહીદોના નામ પહેલીવાર જાહેર, પાકિસ્તાનને ધૂળ ચટાડીને વહોરી હતી શહાદત

Pravin Joshi

Last Updated: 08:01 PM, 26 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગયા વર્ષે પાકિસ્તાન સામે ભારતીય સેના દ્વારા ચલાવવામાં આવેલા અત્યંત ગુપ્ત અને ઘાતક સૈન્ય ઓપરેશન ‘ઓપરેશન સિંદૂર’ માં દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપનારા 6 જાંબાઝ જવાનોના નામો સંરક્ષણ મંત્રાલય દ્વારા દેશ સામે પહેલીવાર સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યા છે.

ગયા વર્ષે મે મહિનામાં પાકિસ્તાન પ્રેરિત આતંકવાદ સામે ભારતીય સેના અને વાયુસેના દ્વારા સંયુક્ત રીતે ચલાવવામાં આવેલી ઐતિહાસિક સૈન્ય કાર્યવાહી ઓપરેશન સિંદૂરમાં દેશની માતૃભૂમિ કાજે પોતાના પ્રાણોની આહુતિ આપનારા 6 વીર જવાનોના નામો પહેલીવાર સત્તાવાર રીતે જાહેર કરીને તેમને રાષ્ટ્રીય સન્માન આપવામાં આવ્યું છે. ભારત સરકારના સંરક્ષણ મંત્રાલયે જાહેરાત કરી છે કે આ બહાદુર શહીદોના નામ, રેન્ક અને તેમની યુનિટની વિગતો નવી દિલ્હીમાં આવેલા રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકના ‘ત્યાગ ચક્ર’ પર હંમેશા માટે કોતરવામાં આવશે, જેથી તેમની શહાદત દેશવાસીઓના હૃદયમાં અમર બની રહે.

OPERATION SINDOOR

ઓપરેશન સિંદૂરમાં કોણે આપ્યું સર્વોચ્ચ બલિદાન?

કેન્દ્ર સરકાર દ્વારા જારી કરવામાં આવેલી સત્તાવાર યાદી અનુસાર, વર્ષ 2025 માં દેશના જુદા જુદા સૈન્ય ઓપરેશનોમાં શહીદ થયેલા જવાનોની યાદી સાથે ઓપરેશન સિંદૂરના આ 6 નાયકોના નામો જાહેર કરાયા છે. દેશના આ અમર શહીદોમાં સામેલ છે:

  • સુબેદાર મેજર પવન કુમાર
  • રાઇફલમેન સુનિલ કુમાર
  • લાન્સ નાયક દિનેશ કુમાર
  • અગ્નિવીર મુરલી નાયક
  • હવાલદાર સુનિલ કુમાર સિંહ
  • ભારતીય વાયુસેનાના (IAF) સાર્જન્ટ સુરેન્દ્ર કુમાર

નેશનલ વોર મેમોરિયલના ‘ત્યાગ ચક્ર’ માં નામ થશે અમર

આઝાદી પછી દેશની રક્ષા માટે શહીદ થયેલા દરેક ભારતીય સૈનિકના નામ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકની ગ્રેનાઈટની બનેલી ખાસ ગોળાકાર દિવાલો પર કોતરવામાં આવે છે, જેને ‘ત્યાગ ચક્ર’ કહેવામાં આવે છે. હવે ઓપરેશન સિંદૂરના આ છ બહાદુર દેશભક્તોના નામ પણ ત્યાં કાયમ માટે અંકિત થઈ જશે, જેનાથી આખા દેશની જનતા તેમની બહાદુરીને નમન કરી શકશે.

Pahalgam-attack-simple

પહેલગામમાં 26 નિર્દોષ નાગરિકોની હત્યાનો લીધો હતો ભયાનક બદલો

ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરના પ્રખ્યાત પ્રવાસન સ્થળ પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા એક લોહિયાળ આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં દેશના 26 નિર્દોષ નાગરિકોના મોત થયા હતા. આ કાયરતાપૂર્ણ હુમલાનો જડબાતોડ જવાબ આપવા માટે ભારત સરકારે 7 May 2025 ના રોજ પાકિસ્તાન સરહદની અંદર આવેલા આતંકવાદી કેમ્પો અને લોન્ચ પેડ્સ પર અત્યંત સચોટ હવાઈ અને સર્જિકલ હુમલા કર્યા હતા, જેને ભારતીય સેનાએ ‘ઓપરેશન સિંદૂર’ કોડનેમ આપ્યું હતું.

આ પણ વાંચો : નવા સીમાંકન બાદ લોકસભાની બેઠકો વધીને 40, વિધાનસભાની બેઠકો 273 થઈ શકે છે, 10 મતવિસ્તારોનું વિભાજન થઈ શકે

આ ઓપરેશન દરમિયાન ભારતીય વીરોએ પાકિસ્તાની સેના અને આતંકી સંગઠનો પર એવા ઘાતક પ્રહારો કર્યા કે પાકિસ્તાનની મુનીર સેનાએ યુદ્ધ રોકવા અને સીઝફાયર કરાવવા માટે તાત્કાલિક અમેરિકા પાસે દોડવું પડ્યું હતું. આખરે વૈશ્વિક દબાણ બાદ 10 May 2025 ના રોજ આ સંઘર્ષનો સત્તાવાર અંત આવ્યો હતો. ભારતે પોતાના નાગરિકોના મોતનો પૂરેપૂરો બદલો લીધો હતો, પરંતુ આ જંગમાં આપણે આપણા 6 હીરા જેવા જાંબાઝ જવાનોને ગુમાવ્યા હતા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

NationalWar OperationSindoor IndianArmyMartyrs
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ