બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:44 PM, 26 June 2026
ભારત અને અમેરિકા વચ્ચેનો બહુપ્રતિક્ષિત વ્યાપાર કરાર હવે અંતિમ તબક્કાની ખૂબ જ નજીક પહોંચી ગયો છે. એક તરફ અમેરિકી અધિકારીઓ વારંવાર એવા સંકેતો આપી રહ્યા છે કે બંને દેશો વચ્ચે આ ઐતિહાસિક ટ્રેડ ડીલ ટૂંક સમયમાં જ ફાઇનલ થઈ જશે, પરંતુ બીજી તરફ ભારત તરફથી એક બહુ મોટું અને ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે. ભારત અત્યારે આ કરાર પર હસ્તાક્ષર કરવા માટે તૈયાર નથી. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે ગુરુવારે લંડનમાં સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે બંને દેશો વચ્ચે વાતચીત લગભગ પૂરી થઈ ગઈ હોવા છતાં ભારત હજી પણ એક મુખ્ય શરત પર મક્કમ છે.
ADVERTISEMENT

મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું કે બંને પક્ષો 6 ફેબ્રુઆરીથી આ ડીલને આખરી ઓપ આપવામાં રાત-દિવસ લાગેલા છે, પરંતુ બંને દેશો વચ્ચે હજુ પણ એક મહત્વપૂર્ણ શરત અનસુલઝી રહી છે. ભારતને અમેરિકા પાસેથી ઔપચારિક ગેરંટી જોઈએ છે કે તેના નિકાસને અમેરિકન માર્કેટમાં અન્ય દેશોની સરખામણીમાં ટેરિફનો સ્પષ્ટ લાભ મળવો જોઈએ. ગોયલે આંતરરાષ્ટ્રીય ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે,જે દિવસે અમેરિકા આપણને આ ગેરંટી આપવાનો સત્તાવાર રસ્તો શોધી કાઢશે, તે જ દિવસે આ ટ્રેડ ડીલ પાકી થઈ જશે.
ADVERTISEMENT

ADVERTISEMENT
અમેરિકા અને ભારત વચ્ચે આ વ્યાપાર સમજૂતી ફાઇનલ થવામાં વિલંબ પાછળનું એક સૌથી મોટું આર્થિક કારણ છે. વાસ્તવમાં, ભારત ઈચ્છે છે કે અમેરિકામાં નિકાસ કરવામાં આવતી ભારતીય વસ્તુઓ, પછી તે ટેક્સટાઈલ (કપડાં) હોય, દવાઓ (ફાર્માસ્યુટિકલ્સ) હોય કે એન્જિનિયરિંગ ઉત્પાદનો હોય, આ તમામ પર વિયેતનામ અથવા બાંગ્લાદેશ જેવા ભારતના હરીફ નિકાસકાર દેશોની સરખામણીમાં ઓછી ઈમ્પોર્ટ ડ્યુટી (આયાત શુલ્ક) લાગવી જોઈએ. ભારતની દલીલ છે કે જો ભારતીય ઉત્પાદનો પર પણ તેના હરીફ દેશો જેટલો જ ટેક્સ કે ડ્યુટી લાગશે, તો ભારતીય વેપારીઓ અને બિઝનેસ માટે આ આખા મુક્ત વ્યાપાર કરારનું આર્થિક મહત્વ નહિવત થઈ જશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે આ શરત અંગે સંપૂર્ણ ચિત્ર સ્પષ્ટ કરતા કહ્યું છે કે, જ્યાં સુધી ભારતને ટેરિફમાં સીધો ફાયદો નહીં મળે, ત્યાં સુધી આ સમજૂતી પત્ર પર સાઇન થઈ શકે નહીં. તેમણે ભારપૂર્વક કહ્યું છે કે જ્યાં સુધી તુલનાત્મક લાભના આ આખા માળખાને અંતિમ સ્વરૂપ આપવામાં નહીં આવે, ત્યાં સુધી ભારત અમેરિકા સાથે કોઈ કરાર કરશે નહીં. જો કે, તેમણે ઉમેર્યું કે બંને લોકશાહી દેશો હાલમાં એવા કાયદાકીય અને આર્થિક રસ્તાઓ શોધી રહ્યા છે, જેના હેઠળ અમેરિકા વૈશ્વિક નિયમોનું પાલન કરીને ભારતને ટેરિફમાં વિશેષ કપાતનો લાભ આપી શકે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.