બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં ગુજરાત ATSની મોટી કાર્યવાહી, 10 કરોડનું ટ્રામાડોલ ડ્રગ્સ ઝડપાયું, એક આરોપીની ધરપકડ

કાર્યવાહી / અમદાવાદમાં ગુજરાત ATSની મોટી કાર્યવાહી, 10 કરોડનું ટ્રામાડોલ ડ્રગ્સ ઝડપાયું, એક આરોપીની ધરપકડ

Vishal Khamar

Last Updated: 03:59 PM, 26 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત એટીએસ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગુજરાત એટીએસે શાહીબાગ નમસ્તે સર્કલ પાસેથી 10 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે.

ગુજરાત ATSએ અમદાવાદમાં મોટી કાર્યવાહી કરતાં શાહીબાગ વિસ્તારમાં નમસ્તે સર્કલ નજીકથી અંદાજે ₹10 કરોડની કિંમતનો ટ્રામાડોલ ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કેસમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

ટ્રામાડોલ નામના પ્રતિબંધિત ડ્રગ્સનો જથ્થો

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ટ્રામાડોલ નામના પ્રતિબંધિત ડ્રગ્સનો આ જથ્થો ગુજરાતમાં ડિલિવરી માટે લાવવામાં આવી રહ્યો હતો. જોકે, ડિલિવરી થાય તે પહેલાં જ ATSએ બાતમીના આધારે દરોડો પાડી સમગ્ર જથ્થો કબજે કરી લીધો હતો.

એટીએસના અધિકારી દ્વારા તપાસ શરૂ કરી

ATSના અધિકારીઓ આરોપીની પૂછપરછ કરી રહ્યા છે અને આ ડ્રગ્સ રેકેટ સાથે સંકળાયેલા અન્ય લોકો તેમજ સમગ્ર સપ્લાય ચેઇનની તપાસ શરૂ કરી છે. તપાસ એ દિશામાં પણ ચાલી રહી છે કે આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તેનો ઉપયોગ અથવા વિતરણ ક્યાં થવાનું હતું.

આ પણ વાંચોઃ ટ્રાફિકની સમસ્યાથી અમદાવાદીઓ ત્રાહિમામ? પૂર્વ અમદાવાદ બન્યું એપી સેન્ટર

આરોપીના નેટવર્ક અને અન્ય સંડોવાયેલા લોકો અંગે તપાસ તેજ

ગુજરાત ATSની આ કાર્યવાહી રાજ્યમાં ડ્રગ્સના ગેરકાયદે વેપાર સામેની મહત્વપૂર્ણ સફળતા માનવામાં આવી રહી છે. અધિકારીઓએ જણાવ્યું છે કે આગામી દિવસોમાં તપાસના આધારે વધુ ખુલાસા થવાની શક્યતા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Gujarat ATS Drugs
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ