બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ટ્રાફિકની સમસ્યાથી અમદાવાદીઓ ત્રાહિમામ? પૂર્વ અમદાવાદ બન્યું એપી સેન્ટર

અમદાવાદ / ટ્રાફિકની સમસ્યાથી અમદાવાદીઓ ત્રાહિમામ? પૂર્વ અમદાવાદ બન્યું એપી સેન્ટર

Kalpesh Kandoria

Last Updated: 03:09 PM, 26 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં સૌથી ઝડપથી વિકસી રહેલાં શહેરોમાં સ્થાન ધરાવતા અમદાવાદ માટે હવે ટ્રાફિક સૌથી મોટો પડકાર બની રહ્યો છે. શહેરનાં 18 સૌથી વ્યસ્ત ટ્રાફિક જંક્શનોના આંકડા દર્શાવે છે કે માત્ર સવારે અને સાંજના પીક અવર્સ દરમિયાન જ અંદાજે 1.35 લાખથી વધુ વાહનોની અવરજવર થઈ રહી છે, જેના કારણે રસ્તાઓ પર દબાણ વધી રહ્યું છે અને સ્માર્ટ સિટીનું સપનું ટ્રાફિક જામમાં અટવાઈ રહ્યું છે.

આંકડા મુજબ આરટીઓ જંક્શન હજુ પણ શહેરનું સૌથી વય્સ્ત ટ્રાફિક કેન્દ્ર છે. અહીં સવારના 10થી 11 દરમિયાન 10,028 અને સાંજના છથી આઠ દરમિયાન 10,014 વાહનો પસાર થયાં હતાં, બીજી તરફ અનુપમ ચાર રસ્તા સાંજના સમયે શહેરનું સૌથી વ્યસ્ત જંક્શન બની ગયું છે, જ્યાં 10,088 વાહનોની અવરજવર નોંધાઈ હતી. શહેરના ટ્રાફિક નિષ્ણાંતો માને છે કે છેલ્લા પાંચ વર્ષમાં ટુ વ્હિલર અને ફોર વ્હિલરની સંખ્યામાં થયેલા વધારાની અસર હવે મુખ્ય ચાર રસ્તાઓ પર સ્પષ્ટ દેખાઈ રહી છે. મેટ્રો અને બીઆરટીએસ, એએમટીએસ જેવી સુવિધાઓ ઉપલબ્ધ હોવા છતાં લોકો ખાનગી વાહનોને જ પ્રાથમિકતા આપી રહ્યા છે, જેના કારણે પીક અવર્સ દરમિયાન ટ્રાફિકનું ભારત સતત વધી રહ્યું છે.

પૂર્વ અમદાવાદ બન્યું ટ્રાફિકનું નવું એપી સેન્ટર

એક સમય હતો જ્યારે આશ્રમ રોડ, પાલડી, નવરંગપુરા અને સેટેલાઈટ જેવા વિસ્તારો ટ્રાફિકનાં મુખ્ય કેન્દ્ર ગણાતા હતા, પરંતુ હવે ચિત્ર બદલાઈ રહ્યું છે. અનુપમ, સીટીએમ, ગુરુદ્વારા, વિરાટનગર, શાહીબાગ અંડરપાસ અને ગોમતીપુર જેવા પૂર્વ વિસ્તારનાં જંક્શનો પર ટ્રાફિકનું દબાણ ઝડપથી વધી રહ્યું છે. તે પાછળનાં મુખ્ય કારણોમાં નવા રહેણાક પ્રોજેક્ટ, ઔદ્યોગિક એકમો, કોમર્શિયલ પ્રવૃત્તિઓ અને શહેરના પૂર્વ વિસ્તારમાં વધતી વસ્તીનો સમાવેશ થાય છે, જેના કારણે ઑફિસ સમય દરમિયાન હજારો વાહનો એકસાથે રસ્તા પર ઉતરી આવે છે.

આરટીઓ જંક્શનઃ અમદાવાદનો સૌથી વ્યસ્ત ટ્રાફિક

આરટીઓ જંક્શન લાંબા સમયથી અમદાવાદના ટ્રાફિકનું કેન્દ્ર બની રહ્યું છે. ગાંધીનગર, ચાંદખેડા, સાબરમતી, નારણપુરા અને શહેરના પશ્ચિમ વિસ્તારોને જોડતા આ જંક્શન પર દિવસભર વાહનોનો સતત પ્રવાહ રહે છે. આ સિવાય સુભાષ બ્રિજના વિવાદ બાદ તો વધુ ટ્રાફિક રહે છે. માત્ર એક કલાકમાં 10 હજારથી વધુ વાહનો પસાર થવાં એ દર્શાવે છે કે હાલની રોડ ક્ષમતા પર કેટલું મોટું દબાણ છે. આગામી વર્ષોમાં જો વૈકલ્પિક રૂટ અને જાહેર પરિવહનને પ્રોત્સાહન નહીં મળે તો આરટીઓ શહેરનો સૌથી મોટો બોટલનેક વિસ્તાર બની શકે છે.

અનુપમઃ સાંજ પડતાં જ ટ્રાફિકનો મહાવિસ્ફોટ

અનુપમ ચાર રસ્તા પર સવારે 8743 વાહનોની સરખામણીએ સાંજે 10,088 વાહનો નોંધાયાં હતાં એટલે કે માત્ર સાંજના સમયે 1345 વાહનોનો વધારો જોવા મળ્યો હતો. આ વિસ્તાર મણિનગર, ખોખરા, હાટકેશ્વર અને પૂર્વ અમદાવાદના અનેક વિસ્તારોને જોડે છે. ઑફિસ અને બજારો બંધ થવાના સમયે હજારો લોકો એકસાથે પોતાના ઘર તરફ જતા હોવાથી ટ્રાફિકનું દબાણ વધી જાય છે.

ટ્રાફિક કેમ વધી રહ્યો છે?

અમદાવાદમાં વધતા ટ્રાફિક પાછળ અનેક કારણો જવાબદાર છે. જે અહીં દર્શાવવામાં આવ્યાં છે.

  • દરરોજ હજારો નવાં ટુ વ્હીલર અને ફોર વ્હીલરની નોંધણી
  • જાહેર પરિવહનનો મર્યાદિત ઉપયોગ
  • નવા રહેણાક અને કોમર્શિયલ વિસ્તારોનો વિકાસ
  • રોડની ક્ષમતા કરતાં વધારે વાહનો
  • ઑફિસ અને વેપારી વિસ્તારોનું વિસ્તરણ
  • એક જ સમયે મોટા પ્રમાણમાં લોકોની અવરજવર

સાંજના સમયે ટ્રાફિકમાં સૌથી વધુ વધારો

  • ગુરુદ્વારા જંક્શન 1441 વાહનોનો વધારો
  • અનુપમ ચાર રસ્તા-1345 વાહનોનો વધારો
  • શાહીબાગ અંડરપાસ- 1122 વાહનોનો વધારો
  • વિરાટનગર- 479 વાહનોનો વધારો
  • નિરાંત ચાર રસ્તા- 382 વાહનોનો વધારો

ટ્રાફિકના ડીસીપી નરેશ કણજરિયાએ જણાવ્યું કે એઆઈના એનાલિસિસ બાદ ટ્રાફિકની સ્થિતિ જાણવા મળી છે. રથયાત્રા, તહેવારો અને વીકએન્ડ દરમિયાન આ જંક્શનો પર વાહનોની સંખ્યા સામાન્ય દિવસોની સરખામણીએ 20થી 30 ટકા સુધી વધી જાય છે. ખાસ કરીને અનુપમ, સીટીએમ અને આરટીઓ વિસ્તારમાં વાહનચાલકોને કલાકો સુધી ટ્રાફિકનો સામનો કરવો પડે છે.

આ પણ વાંચો- રાજકોટ ડિમોલિશનમાં અધિકારીઓએ કટકી કરી, ભાજપના નેતાએ ઉઠાવ્યા સવાલ

AIએ બતાવ્યા અમદાવાદ ટ્રાફિકના 18 હોટસ્પોટ

અમદાવાદ સ્માર્ટ સિટી તરીકે વિકસી રહ્યું છે ત્યારે હવે ટ્રાફિક મેનેજમેન્ટમાં પણ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ શરૂ થયો. એઆઈ આધારિત ડેટા એનાલિસિસ દ્વારા શહેરના 18 સૌથી વધુ ટ્રાફિક ધરાવતા જંક્શનોની ઓળખ કરવામાં આવી છે, જેમાં આરટીઓ, અનુપમ, સીટીએમ અને દાણીલીમડા જેવા વિસ્તારો ટોચ પર રહ્યા છે. AI દ્વારા તૈયાર કરાયેલા આ ડેટામાં સવારે અને સાંજના પીક અવર્સ દરમિયાન વાહનોની અવરજવર, ટ્રાફિક ડેન્સિટી અને રસ્તાઓ પરના દબાણનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad traffic Ahmedabad Ahmedabad traffic hotspots
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ