બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / વાડજમાં બે સહિત શહેરમાં 3 લોકોએ જીવન ટૂંકાવ્યું

અમદાવાદ / વાડજમાં બે સહિત શહેરમાં 3 લોકોએ જીવન ટૂંકાવ્યું

Kalpesh Kandoria

Last Updated: 03:49 PM, 26 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં આપઘાતની ત્રણ કરુણ ઘટનાઓ સામે આવી છે. વિવિધ કિસ્સાઓમાં એક જ દિવસમાં 3 લોકોએ આપઘાત કરી લીધો હોવાના 3 મામલા સામે આવ્યા છે. પોલીસે ત્રણેય મામલે તપાસ શરૂ કરી દીધી છે.

અમદાવાદ શહેરાં છેલ્લા 24 કલાક દરમિયાન ત્રણ વિવિધ વિસ્તારોમાં ત્રણ વ્યક્તિના અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાની ઘટનાઓ સામે આવી છે. પોલીસે ત્રણેય બનાવમાં અકસ્માત મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વાડજ વિસ્તારમાં ગોધરાના રહેવાસી અને ઈન્કમટેક્સ સ્થિત એક ઑફિસમાં કામ કરતા 19 વર્ષીય હેમેન્દ્ર મીણાએ ઑફિસમાં જ સીલિંગ ફેનની પાઈપ સાથે દુપટ્ટો બાંધી જીવન ટૂંકાવ્યું હતું.

બીજી તરફ જૂના વાડજમાં રહેતા 32 વર્ષીય નિમેષ હેમચંદાનીએ પોતાના નિવાસસ્થાને પંખા સાથે દુપટ્ટો બાંધી આત્મહત્યા કરી હતી. વટવા જીઆઈડીસી વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતા અને મૂળ વડોદરાના રહેવાસી 32 વર્ષીય પ્રહલાદ ઝાલાએ લોખંડની પાઈપ સાથે દુપટ્ટો બાંધી આપઘાત કર્યો હતો.

આ પણ વાંચો- ટ્રાફિકની સમસ્યાથી અમદાવાદીઓ ત્રાહિમામ? પૂર્વ અમદાવાદ બન્યું એપી સેન્ટર

ત્રણેય બનાવોાં પોલીસે અકસ્માત મોતનો મામલો નોંધી આત્મહત્યાનાં કારણો જાણવા પરિવારજનો અને અન્ય લોકોના નિવેદનોના આધારે તપાસ શરૂ કરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Ahmedabad Ahmedabad News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ