બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ગુજરાતમાં ક્યારે શરૂ થશે ચોમાસું? અંબાલાલ પટેલે કરી આગાહી, આ વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતા

photo-story

5 ફોટો ગેલેરી

હવામાન / ગુજરાતમાં ક્યારે શરૂ થશે ચોમાસું? અંબાલાલ પટેલે કરી આગાહી, આ વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતા

Last Updated: 12:03 PM, 26 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ગુજરાતમાં ચોમાસાને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મહત્વની આગાહી કરી છે. તેમના જણાવ્યા મુજબ 29 જૂનથી 7 જુલાઈ વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં સારો વરસાદ થઈ શકે છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની પણ શક્યતા છે

1/5

photoStories-logo

1. ચોમાસાને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મહત્વપૂર્ણ આગાહી

ગુજરાતમાં ચોમાસાને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર હાલ અલનીનો (El Niño)ની અસરને કારણે રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે. જોકે આગામી દિવસોમાં ધીમે ધીમે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધશે અને તેના કારણે વરસાદી સિસ્ટમ વધુ સક્રિય બનશે

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. આગામી દિવસોમાં તબક્કાવાર વરસાદ

અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ રાજ્યના વિવિધ ભાગોમાં આગામી દિવસોમાં તબક્કાવાર વરસાદ શરૂ થશે. શરૂઆતમાં છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ નોંધાઈ શકે છે, પરંતુ 29 જૂનથી 7 જુલાઈ વચ્ચે વરસાદની ગતિવિધિમાં નોંધપાત્ર વધારો થવાની સંભાવના છે. આ સમયગાળા દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં સારો વરસાદ પડી શકે છે

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. બંગાળનો ઉપસાગર સક્રિય બનવાની શક્યતા

તેમણે વધુમાં જણાવ્યું કે બંગાળનો ઉપસાગર સક્રિય બનવાની શક્યતા છે. આ સિસ્ટમના પ્રભાવને કારણે ગુજરાત તરફ ભેજયુક્ત પવનોનું પ્રમાણ વધશે, જેના કારણે વરસાદ માટે અનુકૂળ વાતાવરણ ઊભું થશે. ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં વરસાદની શક્યતા વધુ રહેશે

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. ખેડૂતો માટે વાવણીલાયક વરસાદ થવાની સંભાવના

અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે ઉત્તર ગુજરાતમાં ખેડૂતો માટે વાવણીલાયક વરસાદ થવાની સંભાવના છે. લાંબા સમયથી વરસાદની રાહ જોતા ખેડૂતો માટે આ આગાહી રાહતરૂપ બની શકે છે. જો આગાહી મુજબ વરસાદ થશે તો ખેતીની કામગીરીને વેગ મળશે. વરસાદની શક્યતા ધરાવતા જિલ્લાઓમાં મહીસાગર, પંચમહાલ, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી અને સાબરકાંઠાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત રાજ્યના અન્ય કેટલાક વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળી શકે છે. તેમણે જણાવ્યું કે ક્યાંક સામાન્ય વરસાદ તો ક્યાંક ભારે અને અતિભારે વરસાદ પણ પડી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. ખેડૂતોને હવામાનમાં થતા ફેરફારો પર સતત નજર

અંબાલાલ પટેલે લોકોને અને ખેડૂતોને હવામાનમાં થતા ફેરફારો પર સતત નજર રાખવાની સલાહ આપી છે. વરસાદની તીવ્રતા કેટલાક વિસ્તારોમાં વધુ હોઈ શકે છે, તેથી જરૂરી સાવચેતી રાખવી જરૂરી રહેશે. આગામી દિવસોમાં બંગાળના ઉપસાગરની સિસ્ટમ અને વધતા ભેજના કારણે સમગ્ર રાજ્યમાં ચોમાસાની ગતિવિધિ વધુ સક્રિય બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Ambalal Patel Rain Forecast Gujarat Monsoon
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ