બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગાંધીનગરના સમાચાર / ચોમાસા પહેલાં ગુજરાત સરકાર એક્શન મોડમાં, રાજ્યની શાળાઓ અને હોસ્ટેલ્સ માટે નિયમો જાહેર
Last Updated: 12:21 PM, 26 June 2026
Gujarat School Safety : રાજ્યમાં ચોમાસાની સિઝન નજીક આવતાં વિદ્યાર્થીઓની સુરક્ષા અને શૈક્ષણિક સંસ્થાઓમાં જોખમ ઘટાડવાના હેતુથી સરકાર દ્વારા મહત્વપૂર્ણ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. પ્રાથમિક શાળાઓ અને હોસ્ટેલ્સમાં વરસાદી સિઝન દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સુરક્ષા અને સંચાલન સંબંધિત વિવિધ સૂચનાઓ અમલમાં મૂકવા સૂચના આપવામાં આવી છે.
ADVERTISEMENT
આવો જાણીએ શું છે નવી માર્ગદર્શિકા ?
નવી માર્ગદર્શિકા મુજબ જિલ્લા શિક્ષણ અધિકારી (DEO), જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી (DPEO) અને સંબંધિત વહીવટી અધિકારીઓને વિશેષ દેખરેખ રાખવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી છે. શાળા અને હોસ્ટેલ પરિસરમાં પૂર્વ તૈયારી પૂર્ણ થાય અને નિયમોનું પાલન થાય તેની જવાબદારી પણ નક્કી કરવામાં આવી છે.
ADVERTISEMENT
ચોમાસા પહેલાં ગુજરાત સરકાર એક્શન મોડમાં#GujaratGovernment #MonsoonAlert #SchoolSafety #HostelRules #EducationNews #BreakingNews #VTVDigital pic.twitter.com/ahS69qvuS2
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 26, 2026
વિદ્યાર્થીઓની સલામતીને પ્રથમ પ્રાથમિકતા આપતા જર્જરિત અને અસુરક્ષિત ઓરડાઓમાં વિદ્યાર્થીઓને બેસાડવા પર સ્પષ્ટ મનાઈ કરવામાં આવી છે. શાળા અને હોસ્ટેલની છત, મેદાન તેમજ વરસાદી પાણી ભરાવાની શક્યતા ધરાવતા વિસ્તારોની સમયસર સફાઈ કરવાની સૂચના આપવામાં આવી છે. વિદ્યુત સલામતી માટે ખુલ્લા વાયરો, ખામીયુક્ત અર્થિંગ અને જોખમી ઇલેક્ટ્રિકલ વ્યવસ્થાઓને તાત્કાલિક સુધારવા કહેવામાં આવ્યું છે. સાથે જ શાળાઓમાં માત્ર ISI માર્ક ધરાવતા વીજ ઉપકરણોનો જ ઉપયોગ થાય તે સુનિશ્ચિત કરવાની પણ સૂચના આપવામાં આવી છે.
ADVERTISEMENT
ભારે વરસાદ અથવા પૂર જેવી સ્થિતિમાં ઝડપી પ્રતિસાદ મળી રહે તે માટે ઇમરજન્સી પ્રોટોકોલ તૈયાર રાખવા અને જરૂરી સંકલન વ્યવસ્થા ઉભી કરવા જણાવાયું છે. શાળાઓમાં ઇમરજન્સી કીટ ઉપલબ્ધ રાખવા તથા વિદ્યાર્થીઓની સુરક્ષા સંબંધિત તાત્કાલિક વ્યવસ્થા કાર્યરત રાખવા સૂચના આપવામાં આવી છે.
ADVERTISEMENT
શાળા સંચાલન સંબંધિત નિયમોમાં પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે, સંબંધિત સત્તાધિકારીની પૂર્વ મંજૂરી વિના શાળા બંધ રાખવી અથવા કામગીરીમાં ફેરફાર કરવો નહીં. અતિવૃષ્ટિ કે પૂર જેવી પરિસ્થિતિમાં સ્થાનિક સ્થિતિ અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને યોગ્ય નિર્ણય લેવા સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત શાળા કેમ્પસમાં ચાલુ બાંધકામ કામગીરી માટે વિશેષ સાવચેતી રાખવા અને વિદ્યાર્થીઓના અવરજવર વિસ્તારને સંપૂર્ણ સુરક્ષિત રાખવા સૂચના આપવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.