બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગાંધીનગરના સમાચાર / નવા સીમાંકન બાદ લોકસભાની બેઠકો વધીને 40, વિધાનસભાની બેઠકો 273 થઈ શકે છે, 10 મતવિસ્તારોનું વિભાજન થઈ શકે
Last Updated: 12:39 PM, 26 June 2026
Gujarat Assembly Seats : ગુજરાતની રાજનીતિને લઈ એક મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં દેશમાં આગામી સમયમાં સીમાંકનની પ્રક્રિયા આગળ વધે અને સાથે મહિલા અનામત સંબંધિત જોગવાઈઓનો અમલ થાય તો ગુજરાતના રાજકીય માળખામાં નોંધપાત્ર પરિવર્તન જોવા મળી શકે છે. લાંબા સમય બાદ રાજ્યમાં મતવિસ્તારોની રચના અને બેઠકોની સંખ્યામાં મોટા પાયે ફેરફાર થવાની ચર્ચાઓ તેજ બની છે.
ADVERTISEMENT
આવો જાણીએ હાલ ગુજરાતની શું છે સ્થિતિ ?
હાલની સ્થિતિ મુજબ ગુજરાતમાં લોકસભાની 26 અને વિધાનસભાની 182 બેઠકો છે, પરંતુ નવા સીમાંકન બાદ લોકસભાની બેઠકો અંદાજે 39થી 40 સુધી અને વિધાનસભાની બેઠકો લગભગ 273 સુધી પહોંચી શકે તેવી સંભાવનાઓ વ્યક્ત થઈ રહી છે. આ સ્થિતિ સર્જાય તો રાજ્યના ચૂંટણી સમીકરણો અને રાજકીય વ્યૂહરચનાઓ બંનેમાં મોટા બદલાવ જોવા મળી શકે.
ADVERTISEMENT
નવા સીમાંકન બાદ ગુજરાતનો રાજકીય નકશો બદલાશે, પરંતુ લોકસભા અને વિધાનસભાની બેઠકો વધવાથી ગુજરાતને શું ફાયદો થશે? જાણો#Delimitation #GujaratPolitics #LokSabha #AssemblySeats #Election #PoliticalUpdate #VTVDigital pic.twitter.com/28OMYEpJIc
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 26, 2026
તો શું આ કારણે થઈ શકે છે મોટો બદલાવ ?
ADVERTISEMENT
આ બદલાવ પાછળનું મુખ્ય કારણ વસ્તી અને મતદારોની વધતી સંખ્યા માનવામાં આવી રહી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં અનેક જિલ્લાઓમાં મતદારોનું પ્રમાણ ઝડપથી વધ્યું છે, જેના કારણે ઘણા મતવિસ્તારોમાં મતદારોની સંખ્યા પરંપરાગત માપદંડ કરતાં વધુ થઈ ગઈ છે. પરિણામે મતવિસ્તારોનું પુનર્ગઠન જરૂરી બની શકે છે. જિલ્લાવાર અંદાજ મુજબ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, બનાસકાંઠા, મહેસાણા, ભાવનગર અને અન્ય વિસ્તારોમાં વિધાનસભા બેઠકોની સંખ્યામાં વધારો જોવા મળી શકે છે. ખાસ કરીને મોટા શહેરો અને ઝડપથી વિકસતા વિસ્તારોમાં નવી બેઠકો ઊભી થવાની સંભાવના વધુ માનવામાં આવે છે.
ગુજરાતના રાજકીય નકશામાં મોટા ફેરફારની શક્યતા#GujaratPolitics #Delimitation #LokSabha #AssemblySeats #PoliticalNews #ElectionUpdate #VTVDigital pic.twitter.com/j1CbqCt2Je
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 26, 2026
ADVERTISEMENT
લોકસભા સ્તરે પણ કેટલાક વિસ્તારોમાં નોંધપાત્ર ફેરફાર શક્ય છે. અમદાવાદ, ગાંધીનગર, સુરત, રાજકોટ અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વધતી વસ્તી અને મતદારોને ધ્યાનમાં રાખીને નવા મતવિસ્તારોનું સર્જન થઈ શકે છે. કેટલાક હાલના મતવિસ્તારોનું વિભાજન કરીને નવી રચના પણ શક્ય માનવામાં આવે છે. આ સમગ્ર પ્રક્રિયામાં મહિલા અનામતનો મુદ્દો પણ મહત્વનો બનશે.
આ પણ વાંચો : અમદાવાદમાં રખડતા ઢોરને લઈ મોટા સમાચાર, 60 દિવસમાં કરાવવું પડશે રજિસ્ટ્રેશન
ADVERTISEMENT
નારી શક્તિ વંદન સંબંધિત જોગવાઈઓ અમલમાં આવશે તો લોકસભા અને વિધાનસભાની બેઠકોમાં મહિલાઓ માટે અનામત વ્યવસ્થા લાગુ થઈ શકે છે. જેના કારણે પરંપરાગત રાજકીય ગણિત અને ઉમેદવારીના માળખામાં પણ ફેરફાર જોવા મળી શકે છે. અહીં ખાસ એ વાત પણ નોંધનિય છે કે, આ તમામ બાબતો હાલ સંભવિત પરિસ્થિતિઓ અને ભવિષ્યની પ્રક્રિયાઓ સાથે જોડાયેલી છે. અંતિમ નિર્ણય સત્તાવાર સીમાંકન પ્રક્રિયા અને જાહેર કરાયેલા માપદંડો બાદ જ સ્પષ્ટ થશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.