બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / વારંવાર કામમાં આવે છે અડચણ? વાસ્તુ અનુસાર ડેસ્ક પરથી દૂર કરો આ 5 વસ્તુઓ

photo-story

7 ફોટો ગેલેરી

ધર્મ / વારંવાર કામમાં આવે છે અડચણ? વાસ્તુ અનુસાર ડેસ્ક પરથી દૂર કરો આ 5 વસ્તુઓ

Last Updated: 11:22 AM, 26 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઓફિસ ટેબલ પર રાખેલી કેટલીક વસ્તુઓ તમારા કામ અને પ્રગતિ પર નકારાત્મક અસર કરી શકે છે. જો કરિયરમાં વારંવાર અવરોધો આવતાં હોય, તો તમારી ડેસ્ક પરની આ વસ્તુઓ પર એક નજર જરૂર કરો.

1/7

photoStories-logo

1. ડેસ્ક પરથી દૂર કરો આ 5 વસ્તુઓ

ઓફિસમાં આપણે દિવસનો મોટો ભાગ પસાર કરીએ છીએ, તેથી ત્યાંનું વાતાવરણ ખૂબ મહત્વનું હોય છે.વાસ્તુ શાસ્ત્ર મુજબ સ્વચ્છ અને વ્યવસ્થિત કાર્યસ્થળ સકારાત્મક ઊર્જા વધારવામાં મદદ કરે છે.જ્યારે કેટલીક વસ્તુઓ નકારાત્મકતા, તણાવ અને કામમાં વિલંબનું કારણ બની શકે છે.ચાલો જાણીએ એવી પાંચ વસ્તુઓ વિશે, જેને ઓફિસ ટેબલ પરથી દૂર રાખવી જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. તૂટેલી અથવા ખરાબ થયેલી વસ્તુઓ

ટેબલ પર રાખેલો તૂટેલો કપ, પેન સ્ટેન્ડ અથવા કાચ વાસ્તુ મુજબ અશુભ માનવામાં આવે છે.આવી વસ્તુઓ કામમાં અવરોધ અને પ્રગતિમાં અટકાણ લાવી શકે છે.બંધ પડી ગયેલી ઘડિયાળ પણ કરિયર અને સમયની ગતિ અટકવાનું પ્રતિક માનવામાં આવે છે. તેથી તૂટેલી વસ્તુઓ તરત દૂર કરો અને બંધ ઘડિયાળને સુધારી લો અથવા હટાવી દો.

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. સુકાઈ ગયેલા છોડ

ઘણા લોકો સકારાત્મકતા માટે ટેબલ પર નાના છોડ રાખે છે.પરંતુ છોડ સુકાઈ જાય અથવા મુરઝાઈ જાય તો તે નકારાત્મક ઊર્જા ફેલાવે છે.આવી સ્થિતિમાં કામમાં ઉત્સાહ ઘટી શકે છે અને મન પર પણ અસર પડે છે. તેની જગ્યાએ તાજા અને લીલાછમ છોડ જેમ કે મની પ્લાન્ટ અથવા બેમ્બૂ પ્લાન્ટ રાખો.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. કાતર, કટર અને ધારદાર વસ્તુઓ

વાસ્તુ અનુસાર ટેબલ પર ખુલ્લી કાતર, પેપર કટર અથવા અન્ય ધારદાર વસ્તુઓ રાખવી યોગ્ય નથી.આ વસ્તુઓ કામકાજ અને સંબંધોમાં તણાવનું કારણ બની શકે છે.તે કાર્યસ્થળની સકારાત્મકતા ઘટાડે છે એવી માન્યતા છે. ઉપયોગ પછી આવી વસ્તુઓને હંમેશા ડ્રોઅરમાં અથવા યોગ્ય જગ્યાએ મૂકી દો.

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. બિનજરૂરી કાગળો અને જૂની ફાઈલો

ટેબલ પર કાગળો અને ફાઈલોના ઢગલા હોવાથી અવ્યવસ્થા વધે છે.તે માનસિક તણાવ અને નિર્ણય લેવાની ક્ષમતા પર અસર કરી શકે છે.ધૂળ ભરેલી જૂની ફાઈલોને પણ વાસ્તુમાં અશુભ માનવામાં આવે છે. જરૂરી દસ્તાવેજોને ગોઠવી રાખો અને બિનજરૂરી કાગળોનો નિકાલ કરો.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. ખાલી કપ, બોટલ અને નકારાત્મક તસવીરો

ચા-કોફીના ખાલી કપ અથવા ખાલી પાણીની બોટલ લાંબા સમય સુધી ટેબલ પર ન રાખવી જોઈએ.વાસ્તુમાં તેને આર્થિક નુકસાન અને નકારાત્મકતા સાથે જોડવામાં આવે છે.તે જ રીતે દુઃખી, ડરામણી અથવા હિંસક તસવીરો પણ મન પર ખરાબ અસર કરે છે. તેની જગ્યાએ ઉગતા સૂર્ય, સફેદ ઘોડા અથવા પ્રેરણાદાયક તસવીરો રાખવાથી સકારાત્મકતા વધે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Positive Energy Career Growth Office Vastu Tips
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ