બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / ભગવાન શિવને પ્રસન્ન કરતું વર્ષનું છેલ્લું શનિ પ્રદોષ વ્રત, જાણો ખાસ વાતો

photo-story

6 ફોટો ગેલેરી

ધર્મ / ભગવાન શિવને પ્રસન્ન કરતું વર્ષનું છેલ્લું શનિ પ્રદોષ વ્રત, જાણો ખાસ વાતો

Last Updated: 10:04 AM, 26 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

27 જૂન, 2026ના રોજ વર્ષનું અંતિમ શનિ પ્રદોષ વ્રત ઉજવાશે જે ભગવાન શિવની વિશેષ કૃપા પ્રાપ્ત કરવા માટે અત્યંત શુભ માનવામાં આવે છે. આ દિવસે પ્રદોષ કાળમાં શિવ-પાર્વતી અને નંદીની પૂજા કરવાથી જીવનના કષ્ટો દૂર થઈ સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે.

1/6

photoStories-logo

1. ત્રયોદશી તિથિએ પ્રદોષ વ્રત

હિંદુ ધર્મમાં દરેક માસની કૃષ્ણ અને શુક્લ પક્ષની ત્રયોદશી તિથિએ પ્રદોષ વ્રત રાખવાની પરંપરા છે.જે દિવસે આ વ્રત આવે છે તે વારના નામથી તેને ઓળખવામાં આવે છે, તેથી શનિવારે આવતું પ્રદોષ વ્રત શનિ પ્રદોષ કહેવાય છે. શિવ પુરાણમાં આ વ્રતનું વિશેષ મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે અને તેને શિવકૃપા મેળવવાનું શ્રેષ્ઠ સાધન માનવામાં આવે છે. આ વર્ષે 27 જૂનનું શનિ પ્રદોષ વ્રત ખાસ મહત્વ ધરાવે છે કારણ કે તે વર્ષ 2026નું અંતિમ શનિ પ્રદોષ વ્રત છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. શનિ પ્રદોષ વ્રતનું ધાર્મિક મહત્ત્વ

શનિ પ્રદોષ વ્રત ભગવાન શિવ અને શનિદેવ બંનેની કૃપા મેળવવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા મુજબ આ વ્રત કરવાથી જીવનમાં આવેલા દુઃખો અને અવરોધો દૂર થાય છે. ભક્તિપૂર્વક કરેલી પૂજાથી માનસિક શાંતિ અને આધ્યાત્મિક ઉન્નતિ પ્રાપ્ત થાય છે. સાથે જ પરિવાર અને કારકિર્દીમાં સુખ, સમૃદ્ધિ અને સફળતા વધે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. ત્રયોદશી તિથિનો સમય

દ્રિક પંચાંગ મુજબ જ્યેષ્ઠ માસના શુક્લ પક્ષની ત્રયોદશી તિથિ 26 જૂનની રાત્રે 10:22 વાગ્યે શરૂ થશે.આ તિથિ 28 જૂનની રાત્રે 12:43 વાગ્યે પૂર્ણ થશે. પ્રદોષ વ્રત માટે ત્રયોદશી તિથિનું વિશેષ મહત્વ હોય છે. આ સમયગાળા દરમિયાન કરવામાં આવેલી શિવ ઉપાસના અત્યંત ફળદાયી માનવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. પૂજાનો શુભ મુહૂર્ત

શનિ પ્રદોષ વ્રતના દિવસે પ્રદોષ કાળમાં પૂજા કરવી શ્રેષ્ઠ ગણાય છે.27 જૂને સાંજે 7:23 વાગ્યાથી રાત્રે 9:23 વાગ્યા સુધી શુભ મુહૂર્ત રહેશે. ભક્તોને શિવજીની આરાધના માટે અંદાજે 2 કલાક અને 1 મિનિટનો સમય મળશે. આ દરમિયાન કરેલી પ્રાર્થના અને જાપનું વિશેષ પુણ્ય પ્રાપ્ત થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. શનિ પ્રદોષ વ્રતની પૂજા વિધિ

વ્રતના દિવસે વહેલી સવારે સ્નાન કરીને ભગવાન શિવની ઉપાસનાનો સંકલ્પ લેવો. પ્રદોષ કાળમાં શિવલિંગ પર જળ, ગંગાજળ, દૂધ, બેલપત્ર, ધતૂરા અને સફેદ પુષ્પ અર્પણ કરવા. ત્યારબાદ ‘ૐ નમઃ શિવાય’ મંત્રનો જાપ તેમજ શિવ ચાલીસા અથવા સ્તુતિનો પાઠ કરવો.માતા પાર્વતી અને નંદી મહારાજની પણ શ્રદ્ધાપૂર્વક પૂજા કરવી.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Shiv Puja Muhurat Shani Pradosh Vrat 2026 Pradosh Vrat Significance
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ