બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / સિંગરવામાં પ્રેમ સંબંધનો કરુણ અંત, તાંત્રિકે લગ્નની ના પાડતાં યુવતીએ જીવન ટૂંકાવ્યું

અમદાવાદ / સિંગરવામાં પ્રેમ સંબંધનો કરુણ અંત, તાંત્રિકે લગ્નની ના પાડતાં યુવતીએ જીવન ટૂંકાવ્યું

Kalpesh Kandoria

Last Updated: 04:57 PM, 26 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના સિંગરવા વિસ્તારમાં એક યુવતીના મૃત્યુની ઘટનાએ ચકચાર મચાવી છે. પરિણીત તાંત્રિક સાથે પ્રેમ સંબંધમાં રહેલી યુવતીએ લગ્નની ના મળતા સાતમા માળેથી કૂદી આત્મહત્યા કરી હોવાના આક્ષેપો સામે આવ્યા છે. ઘટનાનો CCTV વીડિયો પણ સામે આવ્યો છે અને ઓઢવ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.

અમદાવાદના સિંગરવામાં કાળજું કંપાવી મૂકે તેવી ઘટના સામે આવી છે. એક યુવતીને તાંત્રિક સાથે પ્રેમ થયો અને પછી તાંત્રિકે લગ્નની ના પાડતાં યુવતીએ પડતું મૂક્યું હોવાનો મામલો સામે આવ્યો છે. ઘટનાની વિગત એવી છે કે અમદાવાદની એક યુવતીને તાંત્રિક સાથે પ્રેમસંબંધ બંધાયો હતો, તાંત્રિક પહેલેથી જ પરિણિત હતો અને પોતે બે સંતાનો પિતા હોવાનું જાણવા મળ્યું છે.

મળતી માહિતી મુજબ આરોપીએ મહિલાને લગ્નની લાલચ આપી સંબંધ બનાવ્યો હતો, પરંતુ બાદમાં લગ્નની ના પાડી દેતાં યુવતીએ સાતમા માળેથી કૂદી જીવન ટૂંકાવ્યું.

આરોપી 20 જૂને યુવતીને નોકરીના સ્થળેથી સિંગરવા સ્થિત અધિયા ફ્લેટ પર લઈ ગયો હોવાનો પરિવારે આક્ષેપ કર્યો છે. ફ્લેટ નીચે બંને વચ્ચે કોઈ મુદ્દે બોલાચાલી હોવાનો આક્ષેપ થયો છે.

ઘટના પહેલાનો એક સીસીટીવી ફૂટેજ સામે આવ્યો છે. પરિવારે આક્ષેપ કર્યો છે કે CCTVમાં આરોપી પહેલાં લિફ્ટથી ઉપર જતો જોવા મળી રહ્યો હતો અને થોડા સમય પછી તે નીચે આવી સ્થળ છોડતો જોવા મળી રહ્યો હતો. આ મામલે ઓઢવ પોલીસે અકસ્માતે મોતનો મામલો નોંધી પરિવારના આક્ષેપોને પણ અનુરૂપ તપાસ શરૂ કરી છે.

સંકળાયેલા મુદ્દાઓ

ahmedabad Singarva suicide case tantrik love affair
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ