બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / જામનગરમાં હોટલમાંથી મંગાવેલા વેજ ફૂડમાં નોનવેજના ટુકડા નીકળ્યાં, ગ્રાહકનું નિર્જળા એકાદશીનું વ્રત એળે ગયું
Last Updated: 04:19 PM, 27 June 2026
જામનગર શહેરમાં ઓનલાઈન મંગાવેલા વેજ પાસ્તામાંથી નોનવેજ જેવા ટુકડા મળ્યાની ફરિયાદ સામે આવતા જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા હરકતમાં આવી છે. સમગ્ર મામલાને ગંભીરતાથી લઈ અધિકારીઓએ સ્થળ પર પહોંચી પ્રાથમિક તપાસ હાથ ધરી છે.
ADVERTISEMENT

પરેશ ચુડાસમા, ગ્રાહક
ADVERTISEMENT
ગ્રાહકે ઝોમેટો મારફતે હોટલમાંથી વેજ પાસ્તાનો ઓર્ડર મંગાવ્યો હતો
મળતી માહિતી મુજબ, ન્યૂ જામનગર વિસ્તારમાં રહેતા એક ગ્રાહકે ઝોમેટો મારફતે ખંભાળિયા હાઈવે પર આવેલી એક હોટલમાંથી વેજ પાસ્તાનો ઓર્ડર આપ્યો હતો. જમતી વખતે પાસ્તામાંથી નોનવેજ જેવા ટુકડા મળી આવ્યા હોવાનો ગ્રાહકે આક્ષેપ કર્યો હતો. ત્યારબાદ તેમણે સંબંધિત તંત્રને ફરિયાદ નોંધાવી હતી.
ADVERTISEMENT

ફૂડ શાખાના અધિકારીઓ હોટલ પર પહોંચ્યા
ADVERTISEMENT
ફરિયાદ મળતા જ જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખાના અધિકારીઓ હોટલ પર પહોંચ્યા હતા. પ્રાથમિક તપાસ દરમિયાન શંકાસ્પદ ખાદ્ય પદાર્થના નમૂનાઓ લેવામાં આવ્યા છે, જેને વધુ વૈજ્ઞાનિક તપાસ માટે લેબોરેટરીમાં મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ADVERTISEMENT
અધિકારીઓએ હોટલમાાં તપાસ હાથ ધરી
આ ઉપરાંત અધિકારીઓ દ્વારા હોટલમાં ફૂડ હેન્ડલિંગની પ્રક્રિયા, રસોડાની સ્વચ્છતા તેમજ વેજ અને નોનવેજ ખાદ્ય પદાર્થોની અલગ વ્યવસ્થા સહિતના મુદ્દાઓની પણ ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ કારમાં જઈ રહેલા વ્યક્તિને અકસ્માત કરીને લૂંટી લીધો, અમદાવાદના કૃષ્ણનગરમાં 50 લાખની લૂંટ
લેબોરેટરીનો અહેવાલ આવ્યા બાદ કાર્યવાહી હાથ ધરાશે
ફૂડ શાખાના સૂત્રોના જણાવ્યા અનુસાર, લેબોરેટરીનો અહેવાલ પ્રાપ્ત થયા બાદ નિયમો મુજબ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. નોંધનીય છે કે જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા સમયાંતરે ફૂડ સેફ્ટી સંબંધિત ફરિયાદોના આધારે વિવિધ ખાદ્ય એકમોમાં ચેકિંગ અભિયાન ચલાવી જરૂરી કાર્યવાહી કરતી રહે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.