બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / છત પર તુલસી રાખવી પાપ? ભૂલથી પણ ન કરો આ 3 ભૂલ, ઘરમાં આવશે ભારે મુસીબત

photo-story

6 ફોટો ગેલેરી

ધર્મ / છત પર તુલસી રાખવી પાપ? ભૂલથી પણ ન કરો આ 3 ભૂલ, ઘરમાં આવશે ભારે મુસીબત

Last Updated: 05:22 PM, 27 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

લોકો હરિયાળી માટે ઘરની આસપાસ તુલસી જેવા છોડ વાવે છે. જેની પાસે જગ્યા ના હોય તેઓ ઘરની છત પર પણ તેને ઉગાડતા હોય છે. પણ છત પર તુલસી લગાવવા માટે અમૂક નિયમ ફોલો કરવા જરૂરી છે.

1/6

photoStories-logo

1. તુલસીના નિયમ

લોકો પોતાના ઘરની છત પર છોડવા ઉગાડે છે. જેમાં સુખ-સમૃદ્ધિ માટે આપણે બધા આપણા ઘરમાં તુલસીનો છોડ લગાવીએ છીએ પરંતુ સવાલ એ થાય છે કે તુલસીને ધાબા પર રાખવી એ પાપ કે વાસ્તુ દોષની કેટેગરીમાં આવે છે? વાસ્તુ એક્સપર્ટના મતે તુલસીને ધાબા પર રાખવાની મનાઈ નથી પરંતુ તેને રાખવાની રીત અને સ્થળ નક્કી કરે છે કે તમને પુણ્ય મળશે કે પછી તમે અજાણતા કોઈ મોટી મુશ્કેલીને આમંત્રણ આપી રહ્યા છો. જો તમે ધાબા પર તુલસી રાખો છો તો ભૂલથી પણ આ 3 ભૂલો ન કરો.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. દિશા

વાસ્તુમાં દિશાઓનું ઘણું મહત્વ છે. તુલસીને છત પર ગમે ત્યાં રાખવાથી વાસ્તુ દોષ લાગે છે. તુલસી હંમેશા ઉત્તર કે ઉત્તર-પૂર્વ દિશામાં રાખવી જોઈએ. જો તમે તેને દક્ષિણ કે પશ્ચિમ દિશામાં રાખી હોય તો તે તમારી આર્થિક પ્રગતિમાં અવરોધ ઉભી કરી શકે છે. ખોટી દિશામાં લગાવવામાં આવેલ છોડ ઘરમાં પરેશાનીઓ અને તણાવ વધારે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. સ્વચ્છતા

તુલસીને લક્ષ્મી માતાનું મૂર્ત સ્વરૂપ માનવામાં આવે છે. જેમાં ધૂળ, સૂકા પાંદડા કે પક્ષીઓની ડ્રોપિંગ્સ ઘણીવાર છત પર એકઠા થાય છે. જો તમે તુલસીના છોડની આસપાસ સ્વચ્છતા ન રાખો તો તે ઘરની સકારાત્મક ઉર્જાને સીધી નકારાત્મકતામાં ફેરવે છે. જો ધાબા પર રાખેલો છોડ ગંદો હોય તો તે ઘરમાં ગરીબી અને અશાંતિનુ વાતાવરણ લાવે છે. જ્યાં સ્વચ્છતા હોય ત્યાં તુલસીનો વાસ હોય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. સૂકા છોડ અને માવજત

ધાબા પર છોડ રાખવો અને તેને ત્યાં છોડી દેવો એ સૌથી મોટો ગુનો છે. ઘણા લોકો ટેરેસ પર તુલસી વાવે છે પરંતુ તેને નિયમિત પાણી આપવાનું કે દીવો પ્રગટાવવાનું ભૂલી જાય છે. છત પર તુલસી સુકાઈ જવાથી ઘરના લોકોના સ્વાસ્થ્ય અને સંપત્તિ પર સીધી અસર થાય છે. જો તમે દરરોજ ટેરેસ પર જઈને માવજત ન કરી શકો તો તુલસીને ટેરેસ પર ન રાખો

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. કયા પગલાં લેવા?

જો તમારી પાસે જમીનની જગ્યા ઓછી છે અને છત એ તમારો એકમાત્ર ઓપ્શન હોય તો તુલસીને ઊંચા સ્ટેન્ડ કે પ્લેટફોર્મ પર મૂકો જેથી તે જમીન સાથે સીધો સંપર્કમાં ન આવે. આ છોડને સળગતા તડકા અને પક્ષીઓથી બચાવવા માટે તેની ઉપર એક નાનો છાંયો કે છત જેવું ગોઠવો.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Tulsi Mata Vastu Tips Basil
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ