બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ખેડૂતો માટે સારા સમાચાર, જુલાઈની શરુઆતમાં જ વાવણીલાયક વરસાદ, જાણો આગાહી
7 ફોટો ગેલેરી
Last Updated: 04:50 PM, 27 June 2026
1/7
હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું હતું કે, ગુજરાતમાં આગામી 2 અને 3 જુલાઈ દરમિયાન વરસાદી માહોલ ફરી જામવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બન્યું છે અને રાજ્યમાંથી ટ્રફ પસાર થવાના કારણે અનેક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે.
2/7
3/7
4/7
દરિયાકાંઠાના વિસ્તારો માટે પણ મહત્વની ચેતવણી જાહેર કરવામાં આવી છે. 1 જુલાઈના રોજ અરબી સમુદ્રમાં પવનની ગતિ તેજ રહેવાની શક્યતા હોવાથી માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે. હવામાન વિભાગે નાગરિકોને વરસાદ અને પવનને ધ્યાનમાં રાખીને જરૂરી સાવચેતી રાખવા તેમજ સત્તાવાર સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે.
5/7
રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ વરસાદની અસર જોવા મળી છે. મહીસાગરના ગોધરા, વલસાડ શહેર અને નર્મદાના સાગબારા સહિતના વિસ્તારોમાં વરસાદ પડતાં વાતાવરણમાં બદલાવ આવ્યો છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક તાલુકાઓમાં પણ હળવા વરસાદના ઝાપટાં નોંધાયા છે, જેના કારણે ખેડૂતોમાં આશાનું વાતાવરણ સર્જાયું છે.
6/7
છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાતા ચોમાસાની અસર વધુ સ્પષ્ટ બની રહી છે. સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લાના ઉમરગામ અને કચ્છ જિલ્લાના રાપર તાલુકામાં 0.47 ઇંચ નોંધાયો હતો. ત્યારબાદ વલસાડના વાપી અને જૂનાગઢ જિલ્લાના ભેસાણમાં 0.35 ઇંચ વરસાદ વરસ્યો હતો. મહીસાગરના ગોધરા વિસ્તારમાં 0.31 ઇંચ અને વલસાડ શહેરમાં 0.28 ઇંચ વરસાદ નોંધાયો હતો. નર્મદાના સાગબારામાં 0.16 ઇંચ જ્યારે રાજકોટ, સુરેન્દ્રનગરના ચુડા અને બનાસકાંઠાના દિયોદરમાં 0.08 ઇંચ વરસાદ નોંધાયો હતો. રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસેલા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને ચોમાસાની ગતિવિધિઓ વધુ સક્રિય બનતી જોવા મળી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ