બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / ગાંધીનગરમાં અમિત શાહની ઉચ્ચ બેઠક, ચોમાસા ખેંચાવા અંગે આયોજન કરવા સૂચના આપી
Last Updated: 05:51 PM, 27 June 2026
ગુજરાતમાં ચોમાસા દરમિયાન વરસાદની સંભવિત ઘટને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી. બેઠક દરમિયાન રાજ્યમાં પાણીની ઉપલબ્ધતા, કૃષિ અને પશુપાલન પર પડનારી સંભવિત અસર અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
ADVERTISEMENT
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વહીવટી તંત્રને આગોતરું આયોજન કરવા સૂચના આપતાં જણાવ્યું હતું કે, જો વરસાદમાં ઘટાડો થાય તો પાણી અને ઘાસચારાની અછત સર્જાય તેવી સ્થિતિ સામે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરવી જરૂરી છે. તેમણે સંબંધિત વિભાગોને સંકલન સાથે કામગીરી કરવા ભાર મૂક્યો હતો.

ADVERTISEMENT
બેઠક દરમિયાન ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને પાકને નુકસાન થાય તેવી સ્થિતિમાં સર્વેની કામગીરી ઝડપી પૂર્ણ કરવાની સૂચના પણ આપવામાં આવી હતી, જેથી અસરગ્રસ્ત ખેડૂતોને સમયસર સહાય મળી શકે.

ADVERTISEMENT
આ ઉપરાંત, જ્યાં હજુ સુધી વાવેતર થયું નથી તેવા વિસ્તારોમાં ખેડૂતોને પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને યોગ્ય માર્ગદર્શન આપવા અને જરૂરી હોય તો હાલ વાવેતર ન કરવા અંગે સમજાવવાની સૂચના પણ આપવામાં આવી હતી.
આ પણ વાંચોઃ ખેડૂતો માટે સારા સમાચાર, જુલાઈની શરુઆતમાં જ વાવણીલાયક વરસાદ, જાણો આગાહી
ADVERTISEMENT
પરિસ્થિતિને પહોંચી વળતા તમામ વિભાગો સતર્ક
સરકારે સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે તમામ વિભાગોને સતર્ક રહેવા અને જરૂરી સંસાધનોની પૂર્વ તૈયારીઓ સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યા હોવાનું જાણવા મળ્યું છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.