ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 02:45 PM, 27 June 2026
ADVERTISEMENT
એસ્કોર્ટ્સ કુબોટાના બોર્ડે પ્રતિ શેર ₹33ના ફાઈનલ ડિવિડન્ડની ભલામણ કરી છે. જોકે આ ડિવિડન્ડની ચુકવણી શેરહોલ્ડર્સની મંજૂરી બાદ જ કરવામાં આવશે. કંપનીએ ડિવિડન્ડ મેળવવા માટેની રેકોર્ડ ડેટ પણ જાહેર કરી દીધી છે. આ સમાચાર રોકાણકારો માટે ખાસ મહત્વના છે કારણ કે કંપની અગાઉ સ્પેશિયલ ડિવિડન્ડ પણ આપી ચૂકી છે.
ADVERTISEMENT
કંપનીએ ફાઈનલ ડિવિડન્ડ માટે 3 જુલાઈ, 2026ને રેકોર્ડ ડેટ તરીકે નક્કી કરી છે. આ તારીખ સુધી જેમના નામ શેરહોલ્ડર તરીકે નોંધાયેલા હશે તેમને ₹10 ફેસ વેલ્યુના દરેક સંપૂર્ણ પેઇડ-અપ ઇક્વિટી શેર પર ₹33નો ડિવિડન્ડ મળશે.
ADVERTISEMENT
એસ્કોર્ટ્સ કુબોટાએ અગાઉ ₹18 પ્રતિ શેરનો સ્પેશિયલ ડિવિડન્ડ પણ જાહેર કર્યુ હતો. આ સાથે FY26 માટે કંપનીનો કુલ ડિવિડન્ડ પેઆઉટ ₹51 પ્રતિ શેર સુધી પહોંચી ગયુ છે.
ADVERTISEMENT
કંપનીની 80મી વાર્ષિક સામાન્ય સભા (AGM) 15 જુલાઈ, 2026ના રોજ વીડિયો કોન્ફરન્સિંગ અને અન્ય ડિજિટલ માધ્યમથી યોજાશે. AGMમાં શેરહોલ્ડર્સની મંજૂરી મળ્યા બાદ ડિવિડન્ડની ચુકવણી 30 દિવસની અંદર કરવામાં આવશે.
ADVERTISEMENT
ડિમેટ ખાતામાં શેર ધરાવતા રોકાણકારો માટે જરૂરી છે કે 3 જુલાઈના કામકાજ પૂર્ણ થાય તે પહેલાં તેમનું નામ બેનિફિશિયલ ઓનર તરીકે નોંધાયેલું હોવું જોઈએ. ત્યારે જ તેઓ ડિવિડન્ડ મેળવવા માટે પાત્ર ગણાશે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ ફક્ત 20,000 રુપિયાની મહિનાની SIPથી બની જશે 1 કરોડ, જાણો કેટલા વર્ષમાં પુરુ થશે આ સપનું
ADVERTISEMENT
માર્ચ 2026ના ત્રિમાસિક ગાળામાં કંપનીનો કન્સોલિડેટેડ નેટ પ્રોફિટ ₹320.5 કરોડ રહ્યો હતો. ગયા વર્ષના સમાન ગાળામાં આ આંકડો ₹271.6 કરોડ હતો, એટલે કે લગભગ 18 ટકાનો વધારો નોંધાયો છે.કંપનીની આવક (Revenue) પણ વધીને ₹2,968.2 કરોડ થઈ છે, જે એક વર્ષ પહેલાં ₹2,444.9 કરોડ હતી. ઉપરાંત EBITDAમાં પણ 32.3 ટકાનો વધારો નોંધાઈ ₹380.5 કરોડ થયો છે.
બ્રોકરેજ હાઉસ Axis Directએ શેર પર 'Hold' રેટિંગ જાળવી રાખી છે. જોકે, 12 મહિનાનો ટાર્ગેટ પ્રાઈસ ₹3,590થી ઘટાડીને ₹3,530 કર્યો છે.ગુરુવારે એસ્કોર્ટ્સ કુબોટાનો શેર 0.54 ટકા વધીને ₹2,948.30 પર બંધ થયો હતો. જોકે, વર્ષ 2026ની શરૂઆતથી અત્યાર સુધી શેરમાં આશરે 22 ટકાનો ઘટાડો નોંધાયો છે.
DISCLAIMER બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT