બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / AMAમાં ઝેન-કાયઝેનની પાંચમી વર્ષગાંઠની ઉજવણી નિમિત્તે પુસ્તકનું વિમોચન થશે, પેનલ ડિસ્કશન પણ યોજાશે
Last Updated: 05:14 PM, 27 June 2026
અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (એએમએ) દ્રારા એએમએ કેમ્પસ ખાતે શનિવાર, ૨૭ જૂન, ૨૦૨૬ના રોજ સાંજે ૬.૦૦થી ૭.૩૦ દરમિયાન ઝેન-કાયઝેનની પાંચમી વર્ષગાંઠની ઉજવણી “લર્નિંગસ ફ્રોમ ધ ટાઇમલેસ વિઝડમ ઓફ ઝેન-કાયઝેન” વિષય પર પેનલ ડિસ્કશનના આયોજન અને “ઝેન-કાયઝેન ઇન ડેઈલી લાઈફ: ટાઈની મેસેઝીસ, ટાઇમલેસ વેલ્યુઝ” પુસ્તકનું વિમોચન કરીને કરવામાં આવશે.
ADVERTISEMENT
આ પ્રસંગે, મુખ્ય અતિથિ શ્રી હિતોમી સાતો, મુંબઈ ખાતેના જાપાનના કોન્સલ જનરલ, " ઝેન એન્ડ કાયઝેન – કોન્ફ્લુએન્સ ઓફ જાપાનીઝ એન્ડ ઇન્ડીયન વિઝડમ" (ઝેન અને કાઇઝન - જાપાનીઝ અને ભારતીય જ્ઞાનનો સંગમ) વિષય પર મુખ્ય પ્રવચન આપશે. અમદાવાદમાં જાપાનના માનદ કોન્સલ અને એએમએના ભૂતપૂર્વ પ્રમુખ શ્રી મૂકેશ પટેલ, "ફાઈવ ઇવેન્ટફુલ યીર્સ ઓફ એન ઇન્સ્પીરેશન્લ લેન્ડમાર્ક એટ એએમએ" વિષય પર પોતાના વિચારો રજૂ કરશે. પીએપીએલ અને એઆઈક્યુ ક્વોલિટી ઇન્ડિયાના ડિરેક્ટર ડો. પરેશ કારિયા, "ધ કાયઝેન વે ટુ પર્સનલ એન્ડ ઓર્ગેનાઈઝેશન એકસેલન્સ" (વ્યક્તિગત અને સંસ્થાકીય શ્રેષ્ઠતા માટે કાઇઝન માર્ગ) પર પ્રસ્તુતિ આપશે, અને યોગ નિષ્ણાત તથા કૈવલ્ય યોગ શાળાના સ્થાપક શ્રી ગિરજેશ શર્મા, "ઝેન ઇન ડેઈલી લીવીંગ ફોર ઇનર પીસ એન્ડ આઉટર હાર્મની" (આંતરિક શાંતિ અને બાહ્ય સુમેળ માટે રોજિંદા જીવનમાં ઝેન) વિષય પર સંબોધન કરશે.
આ કાર્યક્રમ જાપાન અને ભારતની વિવેકબુધ્ધિ અને જ્ઞાન વચ્ચે "જીવંત સેતુ" તરીકે રચાયેલી એક અનોખી પહેલના પાંચ સફળ વર્ષોની ઉજવણી કરે છે. મૂળરૂપે ૨૭ જૂન, ૨૦૨૧ના રોજ ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્રારા ઉદ્ઘાટન કરાયેલ આ સીમાચિહ્નરૂપ પ્રોજેક્ટ જાપાનીઝ કળા, સંસ્કૃતિ, લેન્ડસ્કેપ અને સ્થાપત્યની જીવંત ભવ્યતા દર્શાવે છે. છેલ્લા પાંચ વર્ષોમાં, એએમએના ઝેન-કાયઝેનની ૫૦,૦૦૦થી વધુ લોકોએ મુલાકાતી કરેલ છે અને ભારત-જાપાન સંબંધોને મજબૂત કરવા માટે અસંખ્ય શૈક્ષણિક, વ્યાપારી અને સાંસ્કૃતિક સંવાદોનું આયોજન કર્યું છે. એએમએના ઝેન-કાયઝેનની સ્થાપના સ્વર્ગસ્થ શ્રીમતી પદ્માબેન જયકૃષ્ણની સ્મૃતિમાં અને શ્રીમતી પારુ મૃગેશ જયકૃષ્ણ તથા શ્રી યતીન્દ્ર શર્માના પ્રેરણા અને સહકારથી કરવામાં આવી છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ વૈશ્વિક સ્થિતિ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પ આવશે ભારત, ખુદ વિદેશ મંત્રીએ કર્યું એલાન, જાણો ક્યારે ?
સાંસ્કૃતિક સમન્વય અને સંસ્થાકીય શ્રેષ્ઠતાની આ ઉજવણીમાં જોડાવા માટે આપને આ કાર્યક્રમમાં જોડાવા માટે હાર્દિક આમંત્રણ છે. વધુ વિગતો માટે કૃપા કરીને એએમએનો ૦૭૯-૨૬૩૦૮૬૦૧ પર સંપર્ક કરો અથવા એએમએ વેબસાઇટની મુલાકાત લો: www.amaindia.org
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.