બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / કેતનનું મર્ડર કેમ કર્યું? આરોપી સિયાએ ઓકી નાખ્યું રહસ્ય, જાણીને હેરતમાં પડશો

નેશનલ / કેતનનું મર્ડર કેમ કર્યું? આરોપી સિયાએ ઓકી નાખ્યું રહસ્ય, જાણીને હેરતમાં પડશો

Pravin Joshi

Last Updated: 05:42 PM, 27 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પુણેના 26 વર્ષ જૂના રિયલ એસ્ટેટ બિઝનેસમેન કેતન અગ્રવાલ હત્યાકેસમાં પોલીસ પૂછપરછ દરમિયાન મુખ્ય આરોપી મંગેતર સિયા ગોયલે મોટો ગુનો કબૂલ્યો છે. સિયા કેતન સાથે અરેન્જ મેરેજ કરવા નહોતી ઈચ્છતી.

મહારાષ્ટ્રના પુણેમાં થયેલા જાણીતા રિયલ એસ્ટેટ બિઝનેસમેન કેતન અગ્રવાલની હત્યાના મામલામાં એક અત્યંત ચોંકાવનારો અને હૃદયકંપાવનારો ખુલાસો થયો છે. પોલીસ તપાસ અને પૂછપરછ દરમિયાન મુખ્ય આરોપી અને કેતનની મંગેતર સિયા ગોયલે પોતાનો ગુનો કબૂલી લીધો છે. પોલીસના જણાવ્યા અનુસાર, સિયા કેતન સાથે લગ્ન કરવા માંગતી નહોતી. સિયાને એવું લાગતું હતું કે જો કેતનની હત્યા થઈ જાય, તો નૈતિક અને સામાજિક રીતે તેને ઓછામાં ઓછા 3 વર્ષ સુધી લગ્ન વિશે કોઈ પૂછશે નહીં અને તેની મેરેજ લાઈફ ટળી જશે. આ ક્રૂર સાજિશમાં સિયાના બોયફ્રેન્ડ ચેતન ચૌધરીએ પણ સાથ આપ્યો હતો.

Pune Crime Siya Goyal - VTV GUJARATI

બદનામીના ડરથી લીધો હત્યાનો આશરો

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે સિયા અને ચેતન એકબીજાને પ્રેમ કરતા હતા. પરંતુ સિયાના લગ્ન પરિવારજનોએ કેતન સાથે નક્કી કરી દીધા હતા. જો અરેન્જ મેરેજ તૂટી જાય તો સમાજમાં પરિવારની બદનામી થશે તેવા ડરથી સિયા અને ચેતને કેતનને રસ્તામાંથી હટાવવાનો પ્લાન બનાવ્યો હતો.

તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે ફેબ્રુઆરીમાં સગાઈ થતાં પહેલા, જાન્યુઆરીમાં સિયા ગોયલ અને ચેતન ચૌધરી પોતાના મિત્રો સાથે રાજસ્થાનના ઉદયપુર ટૂર પર ગયા હતા. તેઓ ત્યાં એક ગ્રુપ ટ્રિપ હેઠળ 5 દિવસ રોકાયા હતા. ચેતન મૂળ રાજસ્થાનનો જ રહેવાસી છે. પોલીસ હવે એ શોધી રહી છે કે શું આ ઉદયપુર ટ્રિપ દરમિયાન જ કેતનની હત્યાનું પ્લાનિંગ કરવામાં આવ્યું હતું કે કેમ. હાલમાં પોલીસ તેમની ટ્રિપના ડિજિટલ પુરાવા અને લોકેશનની તપાસ કરી રહી છે.

Pune Crime Siya Goyal - VTV GUJARATI

લોહગઢ કિલ્લા પર 'સિગ્નલ' આપી ખીણમાં ધકેલ્યો

આ ભયાનક ઘટના 18 June ના રોજ ઘટી હતી. પુણેનો 26 વર્ષીય બિઝનેસમેન કેતન અગ્રવાલ તેની મંગેતર સિયા ગોયલ સાથે લોહગઢ કિલ્લા પર ફરવા ગયો હતો. પૂર્વ આયોજિત પ્લાન મુજબ, સિયાનો પ્રેમી ચેતન ચૌધરી પણ ત્યાં પહોંચી ગયો હતો. કિલ્લા પર ફરતી વખતે સિયાએ પૂર્વ નિર્ધારિત ઈશારા મુજબ નીચે બેસીને ચેતનને 'સિગ્નલ' આપ્યું હતું. સિયાનો ઈશારો મળતાં જ પાછળથી આવેલા ચેતને કેતનને કિલ્લાની ઊંડી ખીણમાં ધક્કો મારી દીધો હતો, જેથી કેતનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. શરૂઆતમાં આને અકસ્માત ગણાવવામાં આવી રહ્યો હતો, પરંતુ પોલીસની ઊંડી તપાસમાં આ સુનિયોજિત મર્ડર હોવાનું સાબિત થયું છે.

આ પણ વાંચો : ઉબકા આવે છે કહીને ગાડી રોકાવી પછી માર્યો કૂદકો, ગુજરાતી બિઝનેસમેને મુંબઈ સી-લિંક પરથી કૂદીને કર્યો આપ*ઘાત

પોલીસના જણાવ્યા અનુસાર, ગુનો કર્યા પછી બંને આરોપીઓએ પુરાવાનો નાશ કરવા માટે વોટ્સએપ ચેટ્સ ડિલીટ કરી નાખી હતી અને ફોનનું રિસાયકલ બિન પણ ખાલી કરી દીધું હતું. પોલીસે હવે બંનેના મોબાઈલ ફોન ફોરેન્સિક લેબમાં ડેટા રિકવરી માટે મોકલી આપ્યા છે. તપાસમાં સામે આવ્યું છે કે ચેતન ચૌધરીની ઓળખાણ સિયાના મોટા ભાઈ સાહિલ ગોયલ સાથે ક્રિકેટ રમવા દરમિયાન થઈ હતી. સિયા પણ ભાઈ સાથે મેચ જોવા જતી ત્યારે ચેતનને મળી હતી. ત્યારબાદ વર્ષ 2025 માં એક કોમન ફ્રેન્ડની દિવાળી પાર્ટીમાં બંને ફરી મળ્યા અને પ્રેમ પાંગર્યો. કોલ ડિટેલ રેકોર્ડ મુજબ, જાન્યુઆરીથી લઈને અત્યાર સુધી બંને વચ્ચે કુલ 2,004 વખત ફોન પર વાતચીત થઈ છે, જેનો કુલ સમયગાળો 238 કલાક જેટલો થાય છે. પોલીસ આ તમામ કોલ રેકોર્ડ્સ અને ચેટ્સના આધારે કેસની મજબૂત ટાઈમલાઈન તૈયાર કરી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

SiyaGoyal KetanAgarwal PuneMurderCase
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ