ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / ભારત / મુંબઈ / ઉબકા આવે છે કહીને ગાડી રોકાવી પછી માર્યો કૂદકો, ગુજરાતી બિઝનેસમેને મુંબઈ સી-લિંક પરથી કૂદીને કર્યો આપ*ઘાત

દુખદ / ઉબકા આવે છે કહીને ગાડી રોકાવી પછી માર્યો કૂદકો, ગુજરાતી બિઝનેસમેને મુંબઈ સી-લિંક પરથી કૂદીને કર્યો આપ*ઘાત

Published By: Priykant Shrimali

Last Updated: 11:55 AM, 27 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Mumbai Businessman Bhavesh Majithiya : મુંબઈમાં બાંદ્રા-વર્લી સી લિંક પરથી ગુજરાતી ઉદ્યોગપતિનો આપઘાત, નાણાકીય તણાવની આશંકા

ADVERTISEMENT

Mumbai Businessman Bhavesh Majithiya : મુંબઈમાંથી એક દુઃખદ ઘટના સામે આવી છે, જેમાં મૂળ ગુજરાતના અને થાણેમાં રહેતા 51 વર્ષીય ઉદ્યોગપતિ ભાવેશ મજીઠીયાએ બાંદ્રા-વર્લી સી લિંક પરથી દરિયામાં કૂદીને જીવન ટૂંકાવ્યું હોવાની ઘટના સામે આવી છે. અત્યાર સુધી મલ્ટિ વિગતો મુજબ પોલીસ નાણાકીય તણાવને આ પગલાનું સંભવિત કારણ માની રહી છે. ઘટનાએ વેપારી વર્તુળો સહિત સામાન્ય લોકોમાં પણ ચિંતા ઉભી કરી છે.

જાણો શું છે સમગ્ર મામલો ?

પ્રાથમિક વિગતો મુજબ માહિતી મુજબ, ભાવેશ નવીનચંદ્ર મજીઠીયા ટેક્સીમાં મુસાફરી કરી રહ્યા હતા. મુસાફરી દરમિયાન તેમણે ટેક્સી ડ્રાઇવરને જણાવ્યું કે, તેમને ઉબકા આવી રહ્યા છે અને વાહન થોડીવાર માટે રોકવા કહ્યું. આ તરફ ડ્રાઇવરે સી લિંક પર વાહન બાજુમાં ઉભું રાખતાં જ તેઓ બહાર નીકળ્યા અને અચાનક દરિયામાં ઝંપલાવ્યું. ઘટનાની ગંભીરતા સમજતા ટેક્સી ચાલકે તરત જ પોલીસને જાણ કરી.

પોલીસ ટીમ તપાસમાં લાગી

આ તરફ માહિતી મળતાં જ સ્થાનિક પોલીસ અને બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. જોકે દરિયામાં પડકારજનક પરિસ્થિતિ અને બચાવ કામગીરીમાં આવેલી મુશ્કેલીઓને કારણે રેસ્ક્યૂમાં વિલંબ થયો હતો. બાદમાં શોધખોળ દરમિયાન તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. સમગ્ર મામલે વર્લી પોલીસ સ્ટેશનમાં આકસ્મિક મૃત્યુનો ગુનો નોંધાયો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો : વૈશ્વિક સ્થિતિ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પ આવશે ભારત, ખુદ વિદેશ મંત્રીએ કર્યું એલાન, જાણો ક્યારે ?

ઉલ્લેખનીય છે કે બાંદ્રા-વર્લી સી લિંક, જે મુંબઈના મહત્વના માર્ગોમાંથી એક માનવામાં આવે છે, ત્યાં અગાઉ પણ આવી પ્રકારની દુર્ઘટનાઓ નોંધાઈ ચૂકી છે. હાલ પોલીસ તમામ પાસાઓની તપાસ કરી રહી છે અને ઘટનાના મૂળ કારણ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Bhavesh Majithiya Mumbai Suicide Bandra Worli Sea Link

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ