ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / ગુજરાતી સિનેમા / દાહોદની આદિવાસી સંસ્કૃતિ, ભીલી બોલી અને સસ્પેન્સથી ભરપૂર ગુજરાતી ફિલ્મ 'કડકનાથ'

Review / દાહોદની આદિવાસી સંસ્કૃતિ, ભીલી બોલી અને સસ્પેન્સથી ભરપૂર ગુજરાતી ફિલ્મ 'કડકનાથ'

Published By: Nidhi Panchal

Last Updated: 02:43 PM, 27 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતી સિનેમા છેલ્લા કેટલાક વર્ષોમાં નવા વિષયો પર કામ કરી રહ્યું છે અને દર્શકોને અલગ પ્રકારની ફિલ્મો આપી રહ્યું છે. એવી જ એક ફિલ્મ 'કડકનાથ' હવે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે, જે સસ્પેન્સ, રહસ્ય અને આદિવાસી સંસ્કૃતિનું અનોખું મિશ્રણ રજૂ કરે છે.

ADVERTISEMENT

ગુજરાતી સિનેમા હાલમાં સતત નવા અને અલગ પ્રકારના વિષયો પર ફિલ્મો બનાવી રહ્યું છે. કોમેડી અને પારિવારિક ફિલ્મોથી અલગ જઈ હવે મિસ્ટ્રી, થ્રિલર અને સસ્પેન્સ જેવી શૈલીમાં પણ ફિલ્મો બની રહી છે. આવી જ એક ફિલ્મ છે 'કડકનાથ', જેનું લેખન અને દિગ્દર્શન કૌશિક ગરાસિયાએ કર્યું છે. લેન્સક્વીન ફિલ્મ્સના બેનર હેઠળ વિહંગ રાઠોડ અને નીરવ ભાભોર દ્વારા નિર્મિત આ ફિલ્મ 26 જૂન, 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. ફિલ્મનો વિષય દાહોદ જિલ્લાના આદિવાસી વિસ્તાર અને ત્યાંની રહસ્યમય લોકકથાઓ પર આધારિત છે.

kadak

ફિલ્મની શરૂઆત

ફિલ્મની શરૂઆત ખૂબ જ એનર્જી સાથે થાય છે. શરૂઆતની જ કેટલીક મિનિટોમાં ફિલ્મ દર્શકોને પોતાની સાથે જોડી રાખે છે. સસ્પેન્સ એટલો મજબૂત રીતે રજૂ કરવામાં આવ્યો છે કે આગળ શું થશે તે જાણવાની ઉત્સુકતા સતત જળવાઈ રહે છે. અભિનય બેંકરનું પાત્ર ખૂબ જ અસરકારક છે. તેમની અભિનય શૈલી અને ભાવનાત્મક અભિવ્યક્તિ દર્શકોને વિચારતા કરી દે છે. ઘણા દ્રશ્યો એવા છે જ્યાં તમે સીટ પરથી ઊભા થવાનું પણ પસંદ નહીં કરો. ફિલ્મની મુખ્ય કહાની એક દૂરના ગામમાં બનતી રહસ્યમય હત્યાઓ અને વર્ષો જૂના રહસ્યની આસપાસ ફરે છે, જે ધીમે ધીમે ખુલતું જાય છે.

ફિલ્મની સૌથી મોટી ખાસિયત

ફિલ્મની સૌથી મોટી ખાસિયત તેનું લોકેશન અને સંસ્કૃતિનું પ્રસ્તુતીકરણ છે. સમગ્ર કહાની દાહોદ જિલ્લાના આદિવાસી વિસ્તારમાં ગોઠવવામાં આવી છે. ભીલી બોલીનો ઉપયોગ, સ્થાનિક પરંપરા, લોકજીવન અને વર્ષો જૂની માન્યતાઓને ખૂબ જ પ્રામાણિક રીતે રજૂ કરવામાં આવી છે. કૌશિક ગરાસિયાએ વાર્તાની વાસ્તવિકતા જાળવવા માટે ભીલી બોલીનો ઉપયોગ કર્યો છે, જે ફિલ્મને થોડી લો બનાવે છે. હા પણ, ફિલ્મનું શૂટિંગ દાહોદ જિલ્લાના લગભગ 15 ગામોમાં કરવામાં આવ્યું હોવાથી દરેક દ્રશ્યમાં સ્થાનિક સંસ્કૃતિનો સ્પર્શ જોવા મળે છે.

ફિલ્મ ખૂબ જ ઝડપી ગતિએ આગળ વધે

ઇન્ટરવલ સુધી ફિલ્મ ખૂબ જ ઝડપી ગતિએ આગળ વધે છે, પરંતુ ઇન્ટરવલ બાદ ફિલ્મ થોડી ધીમી પડે છે. કેટલાક દ્રશ્યો લાંબા લાગે છે અને લગભગ 5થી 10 મિનિટ સુધી વાર્તા સ્થિર લાગે છે. જોકે, અભિનેત્રી દેનિષા ઘુમરા પોતાની શાનદાર એક્ટિંગથી ફરી દર્શકોને ફિલ્મ સાથે જોડે રાખે છે. ફિલ્મમાં અભિનય બેંકર, દેનિષા ઘુમરા, નીરવ ભાભોર, નિસર્ગ ત્રિવેદી અને ચેતન દૈયા સહિત તમામ કલાકારોએ પોતાના પાત્રોને યોગ્ય ન્યાય આપ્યો છે.

આ પણ વાંચો : 'Welcome To The Jungle' Film Review: મગજ બંધ કરીને જુઓ તો જ આવશે મજા!

ફિલ્મના અંતમાં જે સસ્પેન્સ ખુલ્લો પડે છે તે થોડો વધુ અસરકારક બની શક્યો હોત. ક્લાઇમેક્સમાં વધુ મજબૂત ટ્વિસ્ટની અપેક્ષા રહે છે. તેમ છતાં ફિલ્મનું દિગ્દર્શન, સિનેમેટોગ્રાફી, બેકગ્રાઉન્ડ મ્યુઝિક અને આદિવાસી જીવનનું ચિત્રણ ખૂબ જ સરસ રીતે કરવામાં આવ્યું છે. જો તમને આર્ટ ફિલ્મ, સસ્પેન્સ, રહસ્ય અને ગુજરાતી સિનેમામાં કંઈક નવું જોવાનો શોખ હોય તો 'કડકનાથ' ચોક્કસ એક વખત જોવાલાયક ફિલ્મ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarati Film Film Review Kadaknath

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ