બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / મુંબઈ / મહારાષ્ટ્રમાં TETનું પેપર લીક, આવતીકાલે થવાની હતી પરીક્ષા, કેટલાક લોકોની ધરપકડ

મોટા સમાચાર / મહારાષ્ટ્રમાં TETનું પેપર લીક, આવતીકાલે થવાની હતી પરીક્ષા, કેટલાક લોકોની ધરપકડ

Priykant Shrimali

Last Updated: 01:21 PM, 27 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Maharashtra TET Paper Leak : NEET બાદ હવે મહારાષ્ટ્રમાં TET પેપર લીકથી ખળભળાટ, પરીક્ષા મુલતવી રાખવાનો નિર્ણય

Maharashtra TET Paper Leak : દેશમાં પરીક્ષાઓની પારદર્શિતા અને સુરક્ષાને લઈને ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે. વાસ્તવમાં તાજેતરમાં NEET પરીક્ષા સંબંધિત વિવાદો બાદ હવે મહારાષ્ટ્રથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. મહારાષ્ટ્રમાં યોજાનારી TET (Teacher Eligibility Test) પરીક્ષા પહેલાં જ પેપર લીક થવાના મામલાએ તંત્રને સતર્ક કરી દીધું છે. થાણે વિસ્તારમાંથી પરીક્ષાનું લીક થયેલું પ્રશ્નપત્ર મળ્યાની માહિતી સામે આવતા રાજ્યભરમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે.

શું છે સમગ્ર મામલો ?

વિગતો મુજબ મુજબ આવતીકાલે યોજાનારી TET પરીક્ષા પહેલાં જ પેપર બહાર આવી ગયું હોવાની આશંકા વચ્ચે પોલીસ અને શિક્ષણ વિભાગ તાત્કાલિક એક્શનમાં આવ્યા હતા. સમગ્ર મામલે કેટલાક લોકોની અટકાયત કરવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે અને તપાસનો વ્યાપ વધારવામાં આવ્યો છે.

આ પણ વાંચો : ઉબકા આવે છે કહીને ગાડી રોકાવી પછી માર્યો કૂદકો, ગુજરાતી બિઝનેસમેને મુંબઈ સી-લિંક પરથી કૂદીને કર્યો આપ*ઘાત

પેપર લીકના મુદ્દે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ચિંતા વધી રહી છે. આ ઘટનાને ગંભીરતાથી લઈ મહારાષ્ટ્ર સરકારે હાલ પૂરતી TET પરીક્ષા મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે. શિક્ષણ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે પરીક્ષાની નવી તારીખ બાદમાં જાહેર કરવામાં આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Maharashtra TET Paper Leak TET Exam Postponed Thane Paper Leak
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ