બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદની ઈન્ટરનેશનલ સ્કૂલમાં 54 વર્ષીય સફાઈ કામદારે 5 વર્ષની બાળકી સાથે કર્યા અડપલાં, ધરપકડ કરાઈ
Last Updated: 02:22 PM, 27 June 2026
અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં આવેલી એક ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી બાળકોની સુરક્ષાને લઈને ગંભીર પ્રશ્નો ઉભા કરતી ઘટના સામે આવી છે. શાળામાં હાઉસકીપિંગ સ્ટાફ તરીકે ફરજ બજાવતા 54 વર્ષીય સફાઈ કામદાર સામે પાંચ વર્ષીય વિદ્યાર્થિની સાથે અયોગ્ય વર્તન કરવાનો આરોપ લાગ્યો છે. ફરિયાદ મુજબ આ ઘટના શાળાના પરિસરમાં બની હતી. વાલીની ફરિયાદ બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી અને આરોપીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
મળતી માહિતી મુજબ, ભોગ બનનાર બાળકીના વાલીએ સમગ્ર ઘટનાની જાણ બોપલ પોલીસ સ્ટેશનમાં કરી હતી. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, શાળામાં ફરજ બજાવતા સફાઈ કામદારે શાળાના પરિસરમાં જ બાળકી સાથે અયોગ્ય વર્તન કર્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ફરિયાદમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ઘટના બાદ આરોપીએ બાળકીને આ બાબતે કોઈને જાણ ન કરવાની ધમકી આપી હતી. ત્યારબાદ બાળકીના વાલીને ઘટનાની જાણ થતાં તેમણે તરત જ પોલીસનો સંપર્ક કર્યો હતો.
ADVERTISEMENT
બોપલ પોલીસે વાલીની ફરિયાદના આધારે 25 જૂનના રોજ ગુનો નોંધ્યો હતો. પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની સંબંધિત કલમો તેમજ બાળકોને જાતીય ગુનાઓથી સુરક્ષા આપવા માટેના POCSO એક્ટ હેઠળ FIR નોંધાવી હતી. ફરિયાદ નોંધાયા બાદ પોલીસે સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તપાસ શરૂ કરી અને ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી લીધી હતી.
ADVERTISEMENT
પોલીસની તપાસ દરમિયાન આરોપીની ઓળખ 54 વર્ષીય પશા નાનુ તરીકે થઈ છે. તે ઘુમા વિસ્તારમાં આવેલી ઇન્ટરનેશનલ સ્કૂલમાં હાઉસકીપિંગ સ્ટાફ તરીકે ફરજ બજાવતો હતો. પોલીસના જણાવ્યા મુજબ આરોપી મૂળ પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના ડેદર ગામનો રહેવાસી છે. હાલમાં તે સરખેજ વિસ્તારમાં સનાથલ ટોલ પ્લાઝા નજીક આવેલા મનમોહનનગરમાં રહેતો હતો. હાલ આરોપીની ધરપકડ કરીને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.