બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / રાજકોટમાં 16 વર્ષીય સગીરે 4 વર્ષની બાળકી પર ચડાવી દીધી કાર, બહેનપણી સાથે મેદાનમાં રમતી હતી
Last Updated: 01:28 PM, 27 June 2026
રાજકોટમાં વધુ એક ગંભીર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. શહેરના કુવાડવા રોડ પર આવેલા રોહિદાસપરા વિસ્તારમાં 16 વર્ષીય સગીર દ્વારા કાર ચલાવવાના કારણે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં માત્ર 4 વર્ષની જીયાંશી નામની બાળકીનું કરુણ મોત થયું છે, જ્યારે તેની બહેનપણી વૈશાલી ઈજાગ્રસ્ત થઈ છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી દીધી છે અને સગીરો દ્વારા વાહન ચલાવવાના મુદ્દે ફરી એકવાર ગંભીર ચર્ચા શરૂ થઈ છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
મળતી માહિતી મુજબ, 25 જૂનના રોજ કુવાડવા રોડ પર આવેલા રોહિદાસપરા વિસ્તારમાં જીયાંશી પોતાની બહેનપણી વૈશાલી સાથે મેદાનમાં રમી રહી હતી. તે દરમિયાન 16 વર્ષીય સગીર કાર લઈને ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. અચાનક કારનો કાબૂ ગુમાવતા બંને બાળકી કારની અડફેટે આવી ગઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે બંનેને ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકો તરત જ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને બંને બાળકીઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
ADVERTISEMENT
હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરોએ જીયાંશીની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કરી હતી. આ દુઃખદ સમાચાર મળતા જ પરિવારજનો પર આભ ફાટી પડ્યું હતું. બીજી તરફ, ઈજાગ્રસ્ત વૈશાલીની સારવાર ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત બાદ સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો અને સ્થાનિક લોકોમાં પણ ભારે દુઃખની લાગણી જોવા મળી હતી.
ADVERTISEMENT
આ સમગ્ર મામલે જીયાંશીના પિતાએ રાજકોટના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કાર ચાલક સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે. અકસ્માત કેવી રીતે સર્જાયો અને તેમાં અન્ય કોઈ બેદરકારી હતી કે નહીં તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે. સાથે જ સગીર દ્વારા કાર ચલાવવામાં આવી રહી હતી તે બાબતને પણ ગંભીરતાથી તપાસવામાં આવી રહી છે.
ADVERTISEMENT
રાજકોટમાં બનેલી આ ઘટના ફરી એકવાર સગીરોને વાહન ચલાવવા દેવાના ગંભીર પરિણામો તરફ ઈશારો કરે છે. નિષ્ણાતો અને પોલીસ દ્વારા વારંવાર વાલીઓને અપીલ કરવામાં આવે છે કે સગીર બાળકોને વાહન ચલાવવા માટે ન આપે. નિયમોનું પાલન અને માર્ગ સલામતી પ્રત્યે જાગૃતતા જ આવી દુર્ઘટનાઓને અટકાવી શકે છે. હાલ પોલીસ સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી આગળ વધારી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.