બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / કારમાં જઈ રહેલા વ્યક્તિને અકસ્માત કરીને લૂંટી લીધો, અમદાવાદના કૃષ્ણનગરમાં 50 લાખની લૂંટ

ક્રાઈમ / કારમાં જઈ રહેલા વ્યક્તિને અકસ્માત કરીને લૂંટી લીધો, અમદાવાદના કૃષ્ણનગરમાં 50 લાખની લૂંટ

Vishal Khamar

Last Updated: 03:22 PM, 27 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના કૃષ્ણનગરમાં મારૂતિ પ્લાઝા નજીક કારમાં જઈ રહેલા વ્યક્તિને અકસ્માત કરી બાઈક પર આવેલા શખ્સો રૂપિયા 50 લાખ લૂંટી ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી હતી.

અમદાવાદ શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં શનિવારે ફિલ્મી ઢબે 50 લાખ રૂપિયાની રોકડની લૂંટની ઘટના સામે આવી છે. મારુતિ પ્લાઝા નજીક કારમાં જઈ રહેલા વ્યક્તિને અકસ્માત નડાવ્યો બાદ બે બાઈકસવાર શખ્સોએ રોકડ ભરેલી રકમ લૂંટી ફરાર થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે.

લૂંટારુઓએ અગાઉથી જ કારનો પીછો કર્યો

પ્રાથમિક માહિતી મુજબ, લૂંટારુઓએ અગાઉથી જ કારનો પીછો કર્યો હતો. યોગ્ય તક મળતા તેમણે કારને અકસ્માત કરાવી રોકાવી અને ત્યારબાદ કારમાં રહેલી અંદાજે 50 લાખ રૂપિયાની રોકડ લૂંટી લઈને પળવારમાં ફરાર થઈ ગયા.

સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ

સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ હોવાનું સામે આવ્યું છે. ફૂટેજના આધારે પોલીસે બાઈકસવાર બંને શખ્સોની ઓળખ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા છે.

કૃષ્ણનગર પોલીસ ઘટનાસ્થળે પહોંચી

ઘટનાની જાણ થતાં જ કૃષ્ણનગર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સ્થળનું નિરીક્ષણ કરીને તપાસ હાથ ધરી છે. પોલીસે આસપાસના CCTV ફૂટેજ તેમજ અન્ય ટેકનિકલ પુરાવાના આધારે આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસ તેજ કરી છે.

આ પણ વાંચોઃ અમદાવાદ પ્લાઝમા કૌભાંડમાં કેસમાં મોટો ઘટસ્ફોટ, ભેળસેળ થઈ હોવાનો રિપોર્ટમાં ખુલાસો

હાલ પોલીસે લૂંટનું ચોક્કસ કારણ, આરોપીઓની ઓળખ તેમજ રોકડ કોની હતી તે સહિતના તમામ મુદ્દાઓની તપાસ શરૂ કરી છે. ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Ahmedabad robbery Ahmedabad news
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ