બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદ પ્લાઝમા કૌભાંડમાં કેસમાં મોટો ઘટસ્ફોટ, ભેળસેળ થઈ હોવાનો રિપોર્ટમાં ખુલાસો

VIDEO / અમદાવાદ પ્લાઝમા કૌભાંડમાં કેસમાં મોટો ઘટસ્ફોટ, ભેળસેળ થઈ હોવાનો રિપોર્ટમાં ખુલાસો

Vishal Khamar

Last Updated: 11:25 PM, 26 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં પકડાયેલા પ્લાઝમામાં ભેળસેળ તેમજ હેરાફેરી કેસમાં ઘટસ્ફોટ થવા પામ્યો છે. રિપોર્ટમાં પ્લાઝમામાં ભેળસેળ થઈ હોવાનો ખુલાસો થયો છે. આ સમગ્ર મામલે આરોગ્ય મંત્રી પ્રફૂલ પાનસેરિયાએ મોટું નિવેદન આપ્યું છે.

અમદાવાદમાં પકડાયેલા પ્લાઝમામાં ભેળસેળ, હેરાફેરી કેસમાં મોટો ઘટસ્ફોટ થવા પામ્યો છે. પ્લાઝમામાં ભેળસેળ થઈ હોવાનો રિપોર્ટમાં ખુલાસો થયો છે. આ સમગ્ર બાબતે આરોગ્ય મંત્રી પ્રફૂલ પાનસેરીયાએ જણાવ્યું હતું કે, ઈતિહાસમાં ક્યારેય આવો કિસ્સો બન્યો નથી. ભારતમાં આ પહેલો કિસ્સો છે. રાક્ષસોએ આવું કૃત્ય કર્યું છે. લોકોના જીવ સાથે ચેડા કરનારા 4 શખ્સોની ગ્રામ્ય એસઓજીએ ધરપકડ કરી છે.

અમદાવાદ ગ્રામ્ય SOG દ્વારા નકલી અને ચોરી કરાયેલા બ્લડ પ્લાઝમાના રેકેટ મામલે તપાસ વધુ તેજ બનાવવામાં આવી છે. આ કેસમાં ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે ફેલાયેલા ગેરકાયદે નેટવર્કના તાર મળતા પોલીસ હવે બંને રાજ્યોમાં સંયુક્ત તપાસ કરી રહી છે.

બ્લડ પ્લાઝમા મહારાષ્ટ્રમાં વેચવામાં આવતું હોવાનો ખુલાસો

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ગુજરાતમાંથી ચોરી કરાયેલ બ્લડ પ્લાઝમા મહારાષ્ટ્રમાં વેચવામાં આવતું હતું. આ સમગ્ર કૌભાંડમાં મહારાષ્ટ્રના વાશીમ જિલ્લામાં આવેલી ગજાનંદ બ્લડ બેંક અને વાશીમ બ્લડ બેંકની સંડોવણી બહાર આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી મોહન ગાયકવાડ દ્વારા આ બંને બ્લડ બેંકોમાં ચોરીનું પ્લાઝમા સપ્લાય કરવામાં આવતું હતું.

પોલીસે તેમજ આરોગ્ય વિભાગે સાથે મળી તપાસ કરી

અમદાવાદ ગ્રામ્ય પોલીસ આરોગ્ય વિભાગ સાથે મળીને સંયુક્ત તપાસ ચલાવી રહી છે. તપાસનો મુખ્ય કેન્દ્રબિંદુ એ છે કે આરોપી દિનેશ ચૌધરીએ ગુજરાતની કોઈ હોસ્પિટલ અથવા બ્લડ બેંકમાં પણ ગેરકાયદેસર રીતે પ્લાઝમાનું વેચાણ કર્યું હતું કે નહીં.

પોલીસ આરોપીને લઈ મુંબઈ તપાસમાં જશે

પોલીસ હાલમાં એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં અન્ય કોઈ ફાર્મા કંપની અથવા વ્યક્તિઓની સંડોવણી હતી કે કેમ. તપાસને વધુ ગહન બનાવવા માટે પોલીસ આરોપીને સાથે રાખીને મુંબઈ જવાની તૈયારીમાં છે.

આરોપી ઈન્ટાસ ફાર્મા કંપનીમાં કામ કરતો હતો

તપાસમાં સામે આવ્યું છે કે મુખ્ય આરોપી દિનેશ ચૌધરી અગાઉ ઇન્ટાસ ફાર્મા કંપનીમાં બ્લડ પ્લાઝમા એક્ઝિક્યુટિવ તરીકે કાર્યરત હતો. નોકરી છોડ્યા બાદ તેણે મોહન ગાયકવાડ સાથે મળીને નકલી પ્લાઝમા રેકેટ શરૂ કર્યું હોવાનું પોલીસનું માનવું છે.

કોર્ટે આરોપીના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

આ કેસમાં અમદાવાદ ગ્રામ્ય પોલીસે દિનેશ ચૌધરીને કોર્ટમાં રજૂ કર્યો હતો, જ્યાંથી કોર્ટ દ્વારા તેના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. રિમાન્ડ દરમિયાન પોલીસ સમગ્ર રેકેટના મૂળ સુધી પહોંચવાનો પ્રયાસ કરશે અને સંડોવાયેલા અન્ય લોકોની ભૂમિકા પણ તપાસશે.

આ પણ વાંચોઃ 'સવારથી સાંજ સુધી દારૂ પીવાય છે', શાળા પ્રવેશોત્સવના મંચ પરથી અધિકારીનો ઘટસ્ફોટ

આ કેસે બ્લડ પ્લાઝમા સંગ્રહ, પરિવહન અને વેચાણની વ્યવસ્થાની સુરક્ષા અને પારદર્શિતા અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. પોલીસ અને આરોગ્ય વિભાગ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવતી તપાસમાં આગામી દિવસોમાં વધુ ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Plasma Adulteration Ahmedabad Ahmedabad News
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ