બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / સુરતના નાસિરનગર ડિમોલેશન મુદ્દે હાઈકોર્ટની ફટકાર બાદ SMC હરકતમાં, અસરગ્રસ્તો માટે વૈકલ્પિક રહેઠાણની વ્યવસ્થા
Last Updated: 09:58 PM, 26 June 2026
સુરત નાસિરનગર ડિમોલેશન મામલે હાઈકોર્ટની કડક ટિપ્પણી બાદ સુરત મહાનગરપાલિકા (SMC)નું તંત્ર હરકતમાં આવ્યું છે. ડિમોલિશનથી અસરગ્રસ્ત પરિવારોને તાત્કાલિક રાહત મળે તે માટે આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરે વૈકલ્પિક વ્યવસ્થા કરવાની સૂચના આપી છે.
ADVERTISEMENT

હંગામી વસવાટની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે
ADVERTISEMENT
જારી કરાયેલા આદેશ અનુસાર, નાસિરનગર ડિમોલિશનથી અસરગ્રસ્ત લોકોને હંગામી વસવાટની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ માટે ભરીમાતા કોમ્યુનિટી હોલ તેમજ ટાંકી દે કોમ્યુનિટી હોલમાં તાત્કાલિક રહેવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.

ADVERTISEMENT
તમામ સુવિધા ઉપલબ્ધ કરાવવા આદેશ
આ ઉપરાંત, બંને કોમ્યુનિટી હોલમાં રહેતા અસરગ્રસ્તોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે વીજળી, પીવાનું પાણી, લાઈટ સહિતની તમામ જરૂરી પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનો પણ સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ સમાજમાં વર્ગવિગ્રહ ઉભો કરવાની રાજનીતિ સામે કોળી સમાજમાં રોષ, ભાવનગરમાં આગેવાનોની બેઠક યોજાઈ
હાઈકોર્ટની ફટકાર બાદ SMC દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયને અસરગ્રસ્ત પરિવારોને તાત્કાલિક રાહત આપવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યો છે. હવે મહાનગરપાલિકા આ હંગામી વ્યવસ્થા કેટલી ઝડપથી અમલમાં મૂકે છે તેના પર સૌની નજર છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.