બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / સોશિયલ મીડિયા પર બદનામીના આક્ષેપ બાદ પૂર્વ કોર્પોરેટરના પુત્રે આપઘાતનો પ્રયાસ, પત્ની સહિત ત્રણ સામે ફરિયાદ

આક્ષેપ / સોશિયલ મીડિયા પર બદનામીના આક્ષેપ બાદ પૂર્વ કોર્પોરેટરના પુત્રે આપઘાતનો પ્રયાસ, પત્ની સહિત ત્રણ સામે ફરિયાદ

Vishal Khamar

Last Updated: 07:56 PM, 26 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતમાં પત્ની અને સાસરીયાઓના ત્રાસથી યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો છે. નાની વેડના પૂર્વ કોર્પોરેટના દીકરાએ આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી હતી. આ બાબતે સિંગણપોર પોલીસે પુત્રવધૂ અને વેવાઈ-વેવાણ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

સુરત શહેરના નાની વેડ વિસ્તારમાં સોશિયલ મીડિયા પર યુવતી સાથેના ફોટા અને વિવાદાસ્પદ પોસ્ટ વાયરલ થતાં માનસિક તણાવમાં આવેલા પૂર્વ કોર્પોરેટરના પુત્રે પોતાના ઘરના પ્રથમ માળેથી ઝંપલાવી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનો મામલો સામે આવ્યો છે. ઘટનામાં તેને પગના તળિયાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે.

આક્ષેપ કરતી પોસ્ટ વાયરલ

પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, ખાનગી ન્યૂઝમાં સોશિયલ મીડિયા પેજ પર પૂર્વ કોર્પોરેટરના પુત્રના ચારિત્ર્ય અંગે આક્ષેપ કરતી પોસ્ટ તેમજ અન્ય યુવતી સાથેના ફોટા વાયરલ કરવામાં આવ્યા હતા. ફરિયાદી પક્ષનો આક્ષેપ છે કે આ પોસ્ટનો હેતુ તેમને સમાજમાં બદનામ કરવાનો હતો.

પુત્રવધૂ તેમજ તેના માતા-પિતાએ ષડયંત્ર રચ્યું હોવાનો આક્ષેપ

પૂર્વ કોર્પોરેટરે પોતાની ફરિયાદમાં વધુમાં જણાવ્યું છે કે તેમની અલગ રહેતી પુત્રવધૂ, તેના માતા અને પિતાએ મળીને આ સમગ્ર ષડયંત્ર રચ્યું છે. ફરિયાદ અનુસાર, અગાઉ બનેલી એક ઘટનાને લઈને લખાવવામાં આવેલા બાંહેધરીપત્રકને પરત મેળવવાના પ્રયાસરૂપે બદનામી કરવામાં આવી હોવાનું પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. સાથે જ તેમના મિત્રો અને ઓળખીતાઓને પણ બદનામ કરવાની ધમકીઓ આપવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો

ફરિયાદ મુજબ, સોશિયલ મીડિયા પર થયેલી આ બદનામીના કારણે પૂર્વ કોર્પોરેટરના પુત્ર પર ગંભીર માનસિક અસર થઈ હતી અને તેણે પ્રથમ માળેથી ઝંપલાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ઇજાગ્રસ્તને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની સારવાર ચાલી રહી છે.

આ પણ વાંચોઃ સુરત રેલવે સ્ટેશન પરથી 20 કરોડનું કોકેઇન ઝડપાયું, DRIએ ડ્રગ કેરિયરની ધરપકડ કરી

પોલીસ ગુનો નોંધી તપાસ શરૂ કરી

આ સમગ્ર મામલે સિંગણપોર પોલીસે પૂર્વ કોર્પોરેટરની ફરિયાદના આધારે તેમની પુત્રવધૂ તેમજ તેના માતા-પિતા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. પોલીસનું કહેવું છે કે કેસમાં તમામ પાસાઓની તપાસ કરવામાં આવશે અને તપાસના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Surat Police Surat Surat News
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ