ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 08:16 PM, 26 June 2026
ADVERTISEMENT
અયોધ્યા રામ મંદિર દાન ચોરીનો મામલો સામે આવ્યા બાદ એવો દાવો કરવામાં આવ્યો હતો કે દાનમાં આપેલા ચાંદીના હાર, માળા અને ચરણ પાદુકા ગુમ હતા. જોકે એસઆઇટી તપાસમાં હવે મોટો ખુલાસો થયો છે. સૂત્રોએ એક હિન્દી ન્યૂઝ ચેલને જણાવ્યું હતું કે મુંબઈના ઉદ્યોગપતિ અનિલ વિશ્વકર્માએ ચાંદીના હાર અને ચરણ પાદુકાઓનું દાન કર્યું હતું. એસઆઇટીને જાણવા મળ્યું છે કે આ ભેટો ટ્રસ્ટની કસ્ટડીમાં સુરક્ષિત છે.
ADVERTISEMENT
વિશ્વ સિંધી સેવા સમાજના પ્રમુખ રાજુ માંડવાનીએ એક મીડિયા નિવેદનમાં જણાવ્યું હતું કે 2021 માં 25-25 કિલોની ચાંદીની આઠ ઇટો જેનું વજન 200 કિલો હતુ, દાનમાં આપવામાં આવી હતી, પરંતુ કોઈ રસીદ મળી ન હતી. આને આધારે ઇંટોની ચોરી અંગે સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટા સમાચાર ફેલાવવામાં આવ્યા હતા.
સોશિયલ મીડિયા પરના દાવા ખોટા સાબિત થયા!
ADVERTISEMENT
ટ્રસ્ટે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નિર્દેશ પર રચાયેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ને એવી વસ્તુઓની યાદી આપી હતી જે સોશિયલ મીડિયા પર થઈ રહેલા દાવાઓને ખોટા સાબિત કરે છે. રાજુ માંડવાની દ્વારા દાનમાં આપવામાં આવેલી ઇંટો સિક્યોરિટી પ્રિન્ટિંગ એન્ડ મિન્ટિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાને પીગાળવા માટે મોકલવામાં આવી હતી. આ યાદી પર ટ્રસ્ટ અને કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા સહી કરાયેલ છે.
આ યાદીના પાના નંબર 1ના ક્રમાંક 96 પર બોક્સ સંખ્યા 10 થી 17 માં ચાંદીની ઇંટો પીગળવાનો ઉલ્લેખ છે. ચાંદીની ઇંટો ટ્રસ્ટની કસ્ટડીમાં હતી અને પીગળી ગઈ હતી. ઇંટ ચોરીના દાવા ખોટા છે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ Venezuela / વેનેઝુએલાની મદદ માટે ભારતે ચલાવ્યું ઑપરેશન 'અમિસ્તાદ', રાહત સામગ્રી સહિત આ વસ્તુઓ મોકલી
ADVERTISEMENT
ટીનુ પાસે ઓર્ડર વિના હુંડિયોની ચાવીઓ હતી
SIT રિપોર્ટમાં જણાવાયું છે કે ટીનુ પાસે ઓર્ડર વિના હુંડિયોની ચાવીઓ હતી. દરમિયાન ટ્રસ્ટને ઘણા સમય પહેલા ચોરીની શંકા હતી. સપ્ટેમ્બર 2024 અને ફેબ્રુઆરી 2025 માં ટ્રસ્ટ અને બેંક વચ્ચેની બેઠકોમાં એસઓપી બનાવવામાં આવી હતી. સ્ટેટ બેંકનું પ્રતિનિધિત્વ કરતા ગોવિંદ મિશ્રા અને ટ્રસ્ટનું પ્રતિનિધિત્વ કરતા અનિલ મિશ્રાએ રેકોર્ડ પર સહી કરી હતી. એસઆઇટી રિપોર્ટમાં એમ પણ જણાવાયું છે કે ગણતરી પ્રક્રિયામાં એસઓપીનું પાલન કરવામાં આવ્યું ન હતું, અને ઇરાદાપૂર્વકની બેદરકારી જોવા મળી હતી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT