બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ભાવનગરના સમાચાર / સમાજમાં વર્ગવિગ્રહ ઉભો કરવાની રાજનીતિ સામે કોળી સમાજમાં રોષ, ભાવનગરમાં આગેવાનોની બેઠક યોજાઈ

બેઠક / સમાજમાં વર્ગવિગ્રહ ઉભો કરવાની રાજનીતિ સામે કોળી સમાજમાં રોષ, ભાવનગરમાં આગેવાનોની બેઠક યોજાઈ

Vishal Khamar

Last Updated: 08:41 PM, 26 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાવનગર વેગડ ફાર્મહાઉસ ખાતે કોળી સમાજની બેઠક મળી હતી. બેઠક દરમ્યાન કોળી સમાજના સૌરાષ્ટ્રના મુખ્ય આગેવાનો હાજર રહ્યા હતા. તેમજ સમાજમાં વર્ગવિગ્રહ ઉભો કરવાની રાજનીતિ સામે આગેવાનોમાં રોષ જોવા મળ્યો હતો.

સમાજમાં વર્ગવિગ્રહ ઉભો કરવાની રાજનીતિ સામે કોળી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મુદ્દે સૌરાષ્ટ્રભરના કોળી સમાજના આગેવાનોની મહત્વપૂર્ણ બેઠક ભાવનગરના વેગડ ફાર્મહાઉસ ખાતે યોજાઈ હતી.

bhavnagar new

આગામી કાર્યક્રમોની રૂપરેખા અંગે ચર્ચા કરવામાં આવી

બેઠકમાં સમાજના વિવિધ પ્રશ્નો, સંગઠનની મજબૂતી અને આગામી કાર્યક્રમોની રૂપરેખા અંગે ચર્ચા કરવામાં આવી હતી. આગેવાનોએ જણાવ્યું હતું કે સમાજના હિત અને એકતા માટે તમામ વર્ગોને સાથે લઈને આગળ વધવાની જરૂર છે.

જાગૃતિ લાવવા અભિયાન ચલાવાશે

બેઠકમાં આગામી દિવસોમાં કોળી સમાજના હિતમાં વિવિધ કાર્યક્રમો યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તેમજ જિલ્લા સ્તરે સમાજ જાગૃતિ અભિયાન ચલાવી સંગઠનને વધુ મજબૂત બનાવવાની દિશામાં પણ ચર્ચા કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ સોશિયલ મીડિયા પર બદનામીના આક્ષેપ બાદ પૂર્વ કોર્પોરેટરના પુત્રે આપઘાતનો પ્રયાસ, પત્ની સહિત ત્રણ સામે ફરિયાદ

સમાજના પ્રશ્નો અને હકો માટે એકજૂથ બનીને લડત લડવાનો સંકલ્પ પણ બેઠકમાં લેવામાં આવ્યો હતો. આગેવાનોએ સમાજની એકતા જાળવી રાખવા અને વિકાસલક્ષી મુદ્દાઓ પર સંગઠિત પ્રયાસો કરવાની અપીલ કરી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Bhavnagar Bhavnagar Koli Samaj Meeting Bhavnagar News
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ